ઉત્તરાયણથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહીની સાથે જ રાજ્યભરમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી 3-4 દિવસમાં ઠંડીનો પારો 3 થી 5 ડિગ્રી સુધી ઘટી શકે છે તેની અસર આજે રાજ્યભરમાં જોવા મળી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન અનુક્રમે 14 ડિગ્રી અને 12 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જેને કારણે જામનગર, પોરબંદર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ સહિતના દરિયાઈ પટ્ટો ધરવતા જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. આ જિલ્લાઓમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર રિઝનના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે.
આ પણ વાંચો : અમદાવાદ : માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ, લોકોને સમજાવવામાં આવશે ટ્રાફિકના નિયમો
ગત રાત્રિએ રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતું. 14.4 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં 14.8ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જોકે, આગામી 14-15 જાન્યુઆરીના નલિયામાં પારો ચાર ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં આગામી દિવસોમાં કોલ્ડવેવની સ્થિતિ પણ જોવા મળી શકે છે. તેમજ કોલ્ડવેવથી વધુ પડતી ઠંડીને કારણે વહેલી સવારે ઝાકળવાળું વાતાવરણ પણ જોવા મળશે. જેને કારણે વિઝિબિલિટી ઓછી થઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ પડી શકે છે. જેના કારણે આગામી દિવસોમાં તહેવારોમાં જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં પતંગની દોરીના ગૂંચળાઓના મળશે રૂ.200