ગુજરાતમાં મળશે ગરમીથી રાહત, જાણો શું છે હવામાન વિભાગની આગાહી


- ઉત્તર ગુજરાતના નજીકના ભાગોમાં મહત્તમ તાપમાન 39-41 ડિગ્રી રહેવાની શક્યતા
- આગામી 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન ગુજરાતભરમાં શુષ્ક હવામાનની સંભાવના
- હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસોમાં હળવી ઠંડક અનુભવાય તેવી શક્યતા
ગુજરાતભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કાળઝાળ ગરમી અનુભવાય છે. હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં ગરમીનું રેડ, યલો અને ઓેરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે હવે હીટવેવ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 24 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, ત્યારે આવતીકાલે શુક્રવારે ધૂળેટીના દિવસે લોકોને ગરમીથી રાહત મળશે.
હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસોમાં હળવી ઠંડક અનુભવાય તેવી શક્યતા
હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસોમાં હળવી ઠંડક અનુભવાય તેવી શક્યતા છે, પરંતુ ગરમીથી બચવા માટે લોકોને પૂરતી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં 2-4 ડિગ્રી ઘટાડો થશે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના નજીકના ભાગોમાં મહત્તમ તાપમાન 39-41 ડિગ્રી રહેવાની શક્યતા છે.
આગામી 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન ગુજરાતભરમાં શુષ્ક હવામાનની સંભાવના
આગામી 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન ગુજરાતભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 42.1 ડિગ્રી સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, ભાવનગરમાં 37.8 ડિગ્રી, ભુજમાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: સુરત સીટી બસમાં કૌભાંડ, મુસાફરો પાસે પૈસા લઈને જુની ટીકીટ પધરાવતા કંડકટર