ગુજરાત

ગુજરાતને મળશે અભેદ્ય સુરક્ષા કવચઃ વધુ 9000 CCTV લગાવાશે

Text To Speech
  • ઇ-ગુજકોપ અંતર્ગત CCTV નેટવર્કને વધુ સઘન બનાવવાની તૈયારી
  • તમામ વડી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોને હાઇટેક સુવિધાઓથી સજ્જ કરાશે

ગુજરાત હવે 5-G યુગમાં પ્રવેશી ગયુ છે, ત્યારે ગૃહવિભાગ પોલીસને પણ સ્માર્ટ બનાવવાની તૈયારીઓ કરી રહયુ છે. CCTV અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા હવે ગુનાનો ઝડપી ઉકેલ લાવવાની તેમજ જનતાની સુરક્ષાને સુનિશ્વિત કરવા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્ત્વની બેઠક યોજાઇ હતી. વિશ્વાસ પ્રોજેક્ટના બીજા ફેઝમાં સમગ્ર રાજ્યમાં 9000 જેટલા CCTV કેમેરાનુ નેટર્વકટ ઊભુ કરવા અંગે આ બેઠક યોજાઇ હતી. વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 8000 CCTV કેમેરાનું નેટવર્ક રાજ્યભરમાં સ્થાપીને ગુના ઉકેલવાનું ઝડપી બનાવાયુ હતુ. સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સમગ્ર રાજ્યને સુરક્ષિત કરવાના ઉદ્દેશથી આ બેઠક યોજાઇ હતી.

9000 જેટલા CCTV દ્વારા ગુજરાતને મળશે અભેદ્ય સુરક્ષા કવચ hum dekhenge news

PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહ દ્વારા ઇ-ગુજકોપના માધ્યમથી સ્માર્ટ પોલીસીંગની શરૂઆત કરાઇ હતી. વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ-2 ને શરૂ કરતા પહેલા CCTV અને સોફ્ટવેર સંદર્ભે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. CM ભુપેન્દ્ર પટેલે તમામ વડીકચેરીઓ અને ખાસ કરીને વધુમાં વધુ પોલીસ સ્ટેશનને સીસીટીવી નેટવર્ક અને સોફ્ટવેરથી જોડવા સુચનાઓ પણ આપી દીધી છે.

નેત્રમ અને ત્રિનેત્ર અંગે પણ ચર્ચાઓ

અદ્યતન નેટવર્ક સાથે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પોલીસ વિભાગને મળી રહે તે અંગે ચર્ચાઓ થઇ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લા મુખ્ય મથક ખાતે નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) અને ડીજીપી કચેરી ખાતે ત્રિનેત્ર ( સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર)નું નિર્માણ કરાયુ છે. હાઇવેના તમામ ટોલપ્લાઝાને જિલ્લાના નેત્રમ ખાતે લાવવાની સુચના અપાઇ છે. ફેઝ-1માં બાકી રહેલી નગરપાલિકાઓ, રાજ્યમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ અને અગત્યના ટ્રાફિક જંકશન પર આ નેટવર્કને વિસ્તારવામાં આવશે.

આ પણ વાંચોઃInstagram લાવ્યું છે આ શાનદાર ફીચર્સ, હવે યુઝર્સને મળશે આ સુવિધાઓ ! 

Back to top button