- રાજ્યમાં નવરાત્રિમાં વરસાદની સંભાવના રહેશે
- 18-19 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદ રહેશે
- રાજ્યમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી નોંધાશે
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. તથા આગામી 5 દિવસ વિવિધ શહેરમાં તાપમાનનો પારો ઘટશે. જેમાં વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ સાથે પવનોની દિશા બદલાશે. તથા આગામી 5 દિવસ તાપમાનનો પારો 34 થી 36 ડિગ્રી રહેશે.
રાજ્યમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી નોંધાશે
રાજ્યમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમી નોંધાશે. જેમાં ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 21.4 નોંધાયું છે. તેમજ મહત્તમ તાપમાન ભાવનગરમાં 37.8 ડિગ્રી રહ્યું છે. અમદાવાદનું તાપમાન 35.5 ડિગ્રી સાથે પવનની દિશા બદલાતા હવે તાપમાનનો પારો ગગડશે. હવે કોઈ સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ રહેશે તો નવરાત્રી બગડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રીમાં ત્રીજા અને ચોથા દિવસે ગુજરાતમાં વરસાદ આવશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે.
નવરાત્રિમાં વરસાદની સંભાવના રહેશે
હાલ વાતાવરણ સૂકું હોવાને કારણે આગામી 7 દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હાલ ગરમી નોંધાઈ રહી છે, જેમાં દિવસ દરમિયાન ગરમીનું ટેમ્પરેચર વધવાની કોઈ શક્યતા જોવા મળી નથી. અત્યારે વરસાદની વિદાય બાદ ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે હાલના વાતાવરણ પ્રમાણે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી સુધી રહેવાની શક્યતા જોવા મળી રહી છે. સ્થાનિક હવામાન વિભાગના મત મુજબ નવરાત્રિમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના જોવા મળી રહી છે. જો વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તો નવરાત્રિમાં વરસાદની સંભાવના રહેશે.
18-19 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદ રહેશે
18-19 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદ રહેશે. આ પછી પણ રાજ્યમાં વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. ગુજરાતમાં હવે વરસાદની વિદાય અંગે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે વરસાદની વિદાય બાદ શિયાળાના આગમનની રાહ જોવામાં આવી રહી છે. જોકે હાલ ગુજરાતમાં એક તરફ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ આ તમામ વચ્ચે શિયાળા અને વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે નવરાત્રિના ત્રીજા અને ચોથા દિવસે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.