ગાંધીનગરમાં પણ 11 ડિગ્રી તાપમાનમાં લોકો ઠરી ગયા છે. તો અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 1 ડિગ્રી સુધી ગગડ્યો હતો. રાજ્યમાં હજુ પણ 2 દિવસ ઠંડીનો ચમકારો રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.
નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેમજ નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર થયુ છે. તથા ગાંધીનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન તથા કચ્છમાં 8 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આગામી દિવસોમાં ઠંડી ચમકારો યથાવત
બનાસકાંઠામાં 7 ડિગ્રી, ડિસામાં 9 ડિગ્રી તાપમાન તથા પાલનપુરમાં 10 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી તાપમાન બન્યું છે. તેમજ આગામી દિવસોમાં ઠંડી ચમકારો યથાવત રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના 9 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે.