ગુજરાત

ગુજરાત: ક્યા છે મંદી, ફેબ્રુઆરી-23માં 1.31 લાખ વાહનોનું વેચાણ

Text To Speech

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ફેબ્રુઆરી-2022ની સરખામણીએ ટુ વ્હીલર, કાર અને ખેતીના વાહનોનું વેચાણ વધ્યું છે. તેમજ વ્યાજદરમાં વધારો છતાં હજુ કાર લોન અને હોમલોન સસ્તી છે.

આ પણ વાંચો: લગ્નપ્રસંગ પર દોઢ મહિનાનો વિરામ, જાણો કયારે લગ્નનાં મુહૂર્ત થશે શરૂ 

ખેતીમાં સિઝન નીકળતા આ વર્ષે 86.90 ટકાનો વધારો નોંધાયો

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા બાદ અને ખાસ કરીને વેપાર-ધંધા મહદ્દઅંશે કોરોના પહેલાંના સ્તર પર પહોંચી જતા ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી માસમાં ગુજરાતમાં 1,31,026 વાહનો વેચાયા હતા. જે 27.28 ટકાનો વધારો સૂચવે છે. દેશમાં 15.95 ટકાની સરેરાશ સામે ગુજરાતમાં વેચાયેલા વાહનોની ટકાવારી ઉંચી છે. 2022ના ફેબ્રુઆરી માસમાં 68,659 ટુ વ્હીલર સામે 2023ના ફેબ્રુઆરીમાં 85,425 ટુ વ્હીલર વેચાયા છે. થ્રી વ્હીલરમાં 94.62 ટકાનો ઉછાળો આવ્યો છે. પર્સનલ કારની માગ હજુ પણ ઊંચી છે અને આ વર્ષમાં 20.11 ટકાનો વધારો નોંધાયો છે. ખેતીમાં સિઝન નીકળતા આ વર્ષે 86.90 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો: રાજકોટ: ચકચાર મચાવનાર જેતલસરની સગીરા હત્યા કેસમાં જયેશ સરવૈયાને ફાંસીની સજા

વ્યાજદરમાં વધારો છતાં હજુ કાર લોન અને હોમલોન સસ્તી

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશનના ચેરપર્સનના જણાવ્યા મુજબ, સેમી કંડક્ટર ચીપ્સની તંગી હતી તે દૂર થઈ છે. માર્ચમાં ઘસારાનો લાભ મેળવવા માટે લોકો નવી કાર ખરીદશે તેના કારણે આ ક્વાર્ટરમાં તેજી જોવા મળશે. વ્યાજદરમાં વધારો છતાં હજુ કાર લોન અને હોમલોન સસ્તી છે. તેના કારણે નવા વાહનોની ખરીદી જોવા મળી છે.

Back to top button