ગુજરાતટ્રેન્ડિંગ

સરકારી કર્મચારીઓની માંગણી શું હતી અને મળ્યું શું ?

Text To Speech

સરકારી કર્મચારીઓની માંગણી સ્વીકારી કે નહીં સૌ કોઈનો પ્રશ્ન આ થઈ રહ્યો છે ત્યારે સમજવાની કોશિશ કરીએ કે શું માંગણી હતી અને તેના પર સરકારે શું પગલાં ભર્યા છે. જો કે એક તરફ ગઈકાલે સરકારે જાહેરાત કરી ત્યારથી જ

કર્મચારીઓમાં કઈ માંગણી સ્વીકારી અને કઈ નહીં તેની મૂંઝવણ છે જેનો પણ અહીં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

  • OPS: જૂની પેન્શન યોજનાને બદલે ભારત સરકારે વર્ષ 2009 માં જાહેર કરેલી કુટુંબ પેન્શન યોજના આપી. જેમાં NPSના કર્મચારીના ચાલુ નોકરીએ મૃત્યુના કિસ્સામાં આશ્રિતને પગારના 30 ટકા પેન્શન મળવાપાત્ર છે. કર્મચારીઓને આ મંજૂર નથી, કારણ કે OPSમાં 50 ટકા પેન્શન મળે છે. એટલુ જ નહિ, OPSમાં સંપૂર્ણ જવાબદારી સરકારની છે.
  • બાકી ભથ્થા : 7માં પગારપંચના બાકી ભથ્થા તેના અમલ અર્થાત 1 જાન્યુઆરી 2016ની અસરને બદલે ઠરાવ થાય ત્યારથી આપવા નિર્ણય. જો કે, ઠરાવ ક્યારે થશે તેનો કોઈ ઉલ્લેખ નથી !
  • રહેમરાહે નોકરી : મૂળ નિમણુંક તારીખથી તમામ લાભોની માંગણી સામે 1 એપ્રિલ 2019થી સળંગ નોકરીનો લાભ આપવા નિર્ણય કર્યો. તેના ઠરાવ મુદ્દે કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી
  • ઉચ્ચત્તર પગાર ધોરણ : કેન્દ્રીય કર્મચારીઓની જેમ શૈક્ષણિક કેડર સિવાય તમામ કેડરોમાં 10,20 અને 30 વર્ષે કરવા નિર્ણય કર્યો.
  • મેડીકલ ભથ્થુ : રૂ.300 ને બદલે રૂ.1000 કરવા નિર્ણય. જેના અમલ અંગે ઉલ્લેખન નથી

આ પણ વાંચો : સરકારના વચનો સામે સજ્જડ ‘માસ સીએલ’, શું છે રાજ્યભરની સ્થિતિ ?

  • મૃત્યુ સહાય : ચાલુ ફરજે મૃત્યુના કિસ્સામાં રૂ.8 લાખને બદલે 14 લાખની સહાય મળશે.
  • પરીક્ષામાંથી મુક્તિ : 45 વર્ષ વટાવનારાને મુક્તિની સામે કેસ ટુ કેસ નિર્ણય લેવામાં આવશે.
  • અંગ્રેજીમાંથી મુક્તિ : ખાતાકીય પરીક્ષામાં પાસિંગ માર્ક 50 ના 40 ટકા તેમજ પાંચને બદલે ત્રણ વિષયો અને અંગ્રેજી વિષય રદ કરવાની માંગણી સામે 50 ટકાએ પાસિંગ તેમજ અંગ્રેજી વિષય રદ્દ કરવા ઠરાવનું વચન
  • પેન્શનના વ્યાજ- મુદ્દતઃ નિવૃત્તિ સમયે કોમ્યુટેડ પેન્શનના વ્યાજ દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13 વર્ષના 136 હપ્તા માટે સહમતી
  • CCC પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર- 2024 સુધી લંબાવાઇ
  • વિમા કવચ : જુથ વિમામાં રૂ.50 હજાર, એક લાખ, બે લાખને બદલે અઢી લાખ, પાંચ લાખ અને 10 લાખ, 20 લાખનો ઠરાવ કરવા સહમતી
  • પ્રસુતિની રજા : નિમણૂંક તારીખથી જ પુરા પગારી પ્રસુતિની રજા અને તે પણ બદલી- બઢતીમાં બે ભાગમાં મળી શકશે
  • ફિક્સ પગાર પ્રાથમિક શિક્ષકોની જેમ તમામને 1 એપ્રિલ 2019ની સળંગ સિનિયોરીટનો લાભ
  • પાલિકાના શિક્ષકો : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણમાં રૂ.4200નો ગ્રેડ- પે મળશે
  • 27/4/2011 પહેલા ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પુરા પગારમાં સમાવવા બાબતે નાણાં વિભાગની મંજૂરી આપવા કમિટીએ વિનંતી કરી છે. જેનો નિર્ણય નહીં

આ પણ વાંચો : ગાંધીનગર : પેન્શનની પળોજણ, ‘વિરોધ’ની દિવાળી !

Back to top button