ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં?

  • રાજ્ય સરકારે આ વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી
  • આ વાઇરસના ત્રણેક કેસ ભારતમાં નોંધાયાના અહેવાલ
  • લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય

ગુજરાત સરકારે HMPV વાઇરસથી બચવા એડવાઇઝરી જાહેર કરી છે. હ્યુમન મેટાન્યૂમો (HMPV) વાઇરસે ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઇરસના ત્રણેક કેસ ભારતમાં નોંધાયાના અહેવાલ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

રાજ્ય સરકારે આ વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી

રાજ્ય સરકારે આ વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે.

શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?

– તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
– ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું જોઈએ.
– નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
– ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
– બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
– વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.
– પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
– શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું જોઈએ?

– સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
– જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.
– જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: ગુજરાતના ગ્રામીણ ઘરો હવે ‘સ્માર્ટ હોમ્સ’ બનશે

Back to top button