રાજ્યમાં 2023ના સ્વાગતમાં લોકોએ સહેજ પણ કસર છોડી ન હતી. જ્યારે આખી દુનિયામાં નવા વર્ષને આવકારવામાં આવી રહ્યું હતું ત્યારે ગુજરાતના લોકોએ પણ તેમાં સહભાગી થઈ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉજવણી થઈ હતી.
યુવાનોએ અડધી રાત્રે 12 ના ટકોરે આતિશબાજી કરી હતી. નાના-મોટા સૌ કોઇ નવા વર્ષને નવી આશાઓ સાથે આવકાર્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે ગીત-સંગીતની ધુન પર લોકો ઝુમી ઉઠયા હતા.
શનિવાર અને 31 ડિસેમ્બર પર લોકોએ બેવડી ઉજવણી કરી છે. કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા ૩ વર્ષથી થર્ટી ફર્સ્ટની જાહેરમાં અને રંગારંગ ઉજવણીને નિયંત્રણોનું ગ્રહણ નડી ગયું હતું. તે સામે આ વખતે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનને લઇને કોઇ કડક નિયંત્રણો નહિ હોવાથી યુવા વર્ગ ઉજવણીને લઇને થનગનાટ જોવા મળ્યો હતો.
યુવાનોએ અડધી રાત્રે 12 ના ટકોરે આતિશબાજી કરી હતી. દિલ્હી-ગોવા-મુંબઇ-કોલકતા-મુસરી-આબુ-ઉદયપુર સહિત શહેરોમાં ભવ્યાતી ભવ્ય ઉજવણી કરી હતી. હોટલો-રેસ્ટોરન્ટ-ફાર્મ હાઉસો વગેરેમાં રાતભર પાર્ટીના આયોજનો થયા છે.
રાત્રે 12 વાગતા જ આતશબાજીની ધુમ મચી હતી. આકાશ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું હતું. નાના-મોટા સૌ કોઇ નવા વર્ષને નવી આશાઓ સાથે આવકાર્યું હતું. કડકડતી ઠંડી વચ્ચે ગીત-સંગીતની ધુન પર લોકો ઝુમી ઉઠયા હતા.
પોલીસ એક્શન મોડ પર રહી
વર્ષ 2023 ને આવકારવા રાતના બરાબર 12ના ટકોરે લોકોએ ફટાકડા ફોડી તથા આતશબાજી કરીને નવા વર્ષના વધામણા કર્યા હતા. અમદાવાદ સહિત રાજ્યના નાના મોટા શહેરોમાં નવા વર્ષની પાર્ટીઓનું પણ આયોજન કરાયું હતું. ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસ એક્ટિવ જોવા મળી હતી.
રાજ્ય પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ દરમિયાન ગુજરાતમાં દારુબંધીને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે સુરતમાંથી એક યુવક અને યુવતી દારુ પીધેલી હાલતમાં અને બોટલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સુરત પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Welcome-2023: દેશ દુનિયામાં નવા વર્ષનું ભવ્ય રીતે કરવામાં આવ્યું સ્વાગત