હવામાન વિભાગની આગાહી: આ જિલ્લામાં છે આજે રેડ એલર્ટ, 3 કલાક સુધી વરસાદ સટાસટી બોલાવશે

અમદાવાદ, 06 સપ્ટેમ્બર 2025: ગુજરાતમાં છેલ્લાં ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગના નાઉકાસ્ટ હેઠળ 3 કલાક માટે રાજ્યના 3 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે.
આ જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ
આ સિવાય ગુજરાતના બાકીના 25 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ ઍલર્ટ રહેશે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.
આ જિલ્લામાં યલો ઍલર્ટ
આ સિવાય ગુજરાતના 7 જિલ્લામાં 10 વાગ્યા સુધી યલો ઍલર્ટ રહેશે. જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે. જ્યાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.
- રેડ ઍલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
- ઑરેન્જ ઍલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
- યલો ઍલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.
આ પણ વાંચો: Asia Cup 2025: એશિયા કપમાં ભાગ લેવા ટીમ ઈંડિયા દુબઈ પહોંચી ગઈ, પ્રેક્ટિસ શરુ કરી દીધી












