ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ઉનાળામાં પાણીની આફત, ધરોઈ સિંચાઈ યોજનામાં પાણીનો જથ્થો ઘટ્યો

Text To Speech
  • ધરોઈ સિંચાઈ યોજનામાં પાણીનો પુરવઠો 46.06 ટકા બચ્યો
  • ખેડૂતોએ સિંચાઈ માટે અન્ય સ્ત્રોતથી પાણીની સગવડ કરવી પડશે
  • પેયજળ માટે જરૂરી પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે

ગુજરાતમાં ઉનાળામાં પાણીની આફત થશે. જેમાં ધરોઈ સિંચાઈ યોજનામાં પાણીનો જથ્થો ઘટ્યો છે. તેમાં ધરોઈ ડેમમાં 46 ટકા જળ પુરવઠો બચ્યો છે તથા સપાટી 603.86 ફૂટની રહી છે. જેમાં સિંચાઈ માટે 480 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ પેયજળ માટે જરૂરી પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત: કેસર કેરીના રસિકો માટે ખૂબ સારા સમાચાર, ભાવમાં થયો ઘટાડો https://humdekhenge.in/gujarat-very-good-news-for-kesar-mango-lovers-price-has-come-down/

ખેડૂતોએ પાછોતરી સિંચાઈ માટે અન્ય સ્ત્રોતથી પાણીની સગવડ કરવી પડે તેવા સંજોગો ઉભા થશે

ખેડૂતોએ પાછોતરી સિંચાઈ માટે અન્ય સ્ત્રોતથી પાણીની સગવડ કરવી પડે તેવા સંજોગો ઉભા થશે. એપ્રિલના મધ્યાંતર બાદ પણ ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજનામાં પાણીનો પુરવઠો 46.06 ટકા બચ્યો છે. 813.14 મિલિયન ઘનમીટરની ક્ષમતા સામે ધરોઈ જળાશયમાં પાણીનો જથ્થો 378.92 મિલિયન ઘનમીટર બચ્યો છે. પાણી સમાવવા પાત્ર ડેમની મહત્તમ સપાટી 622 ફૂટ સામે જળાશયની વર્તમાન સપાટી 603.86 ફૂટની છે. જો કે, કાળઝાળ ગરમીના કારણે જાળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે અને જળ પુરવઠામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ખેડૂતોએ સિંચાઈ માટે અન્ય સ્ત્રોતથી પાણીની સગવડ કરવી પડશે

ધરોઈ ડેમ સાઈટનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉનાળુમાં વાવણી કરાયેલા કૃષિ પાકો માટે કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે હેઠવાસની કેનાલમાં 480 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. અગાઉ સિંચાઈ માટે છોડાતા પાણીનો જથ્થો 600 ક્યૂસેક હતો. પીવાના પાણી માટે ધરોઈ ડેમમાં જથ્થો અનામત રાખવામાં આવશે અને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. જો કે, ખેડૂતોએ પાછોતરી સિંચાઈ માટે અન્ય સ્ત્રોતથી પાણીની સગવડ કરવી પડે તેવા સંજોગો સર્જાઈ શકે છે.

Back to top button