ગુજરાત: BRTS ટ્રેકની રેલિંગ કૂદીને જતા લોકો માટે ચેતવણી સમાન ઘટના
- સરથાણામાં બીઆરટીસ રૂટની રેલિંગ કૂદતા યુવાનનો અકસ્માત થયો
- બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- રેલિંગ કૂદીને જતો યુવાન બાઇક ચાલક સાથે અથડાતા બંનેનું મૃત્યુ
સુરતમાં BRTS ટ્રેકની રેલિંગ કૂદીને જતા લોકો માટે ચેતવણી સમાન ઘટના સામે આવી છે. તેમાં શહેરમાં વિચિત્ર અકસ્માત થયો છે. જેમાં BRTS ની રેલિંગ કૂદીને જતો યુવક બાઇક સાથે અથડાયો હતો જેમાં બંને લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: નવરાત્રિના ગરબામાં મોડો આવતા પિતાએ પુત્રને ઠપકો આપ્યો અને આવ્યો કરુણ અંજામ
રેલિંગ કૂદીને જતો યુવાન બાઇક ચાલક સાથે અથડાતા બંનેનું મૃત્યુ
શહેરના સરથાણા વિસ્તારમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં બીઆરટીએસ રૂટની રેલિંગ કૂદીને જતો યુવાન બાઇક ચાલક સાથે અથડાતા બંનેનું મૃત્યુ થયુ છે. જેમાં આ ઘટનાના મામલે બંને મૃતકના પરિવારજનોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. તેમજ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી છે. જેમાં ઘટના વિશે જાણીએ તો સુરતના સરથાણામાં બીઆરટીસ રૂટની રેલિંગ કૂદીને સામે તરફ જતા યુવકની બાઇક સવાર સાથે ટક્કર થઇ હતી. જેથી બાઇક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બંને જણા જમીન પર પટકાયા હતા. જેથી ગંભીર અકસ્માતમાં બંનેને ઇજાઓ પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં રેલિંગ કૂદનાર યુવકની ઓળખ દિનેશ રાણા તરીકે થઇ હતી.
બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
પોલીસ તપાસ મુજબ દિનેશ રાણા મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. તેમજ સુરતમાં પોતાની પત્ની અને દિકરી સાથે રહેતો હતો. જ્યારે બાઇક ચાલકની ઓળખ સાહિલ વસાવા તરીકે થઇ હતી જે સાડીના કારખાનામાં કામ કરતો હતો. સાહિલ વસાવા માતા-પિતા સાથે બરડીપાડામાં રહેતો હતો. આ મામલે બંનેના પરિવાજનોએ સામસામે એકબીજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસ તપાસ શરૂ કરી છે.