ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાતવિશેષ

ગુજરાતની વોલીબોલ ટીમે 2010થી લઈને આજ સુધી 22 મેડલ પ્રાપ્ત કર્યા : એનજી પટેલ

ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહની ઉજવણી અમદાવાદ ખાતે કરવામા આવી હતી.જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી અને અતિથિ વિશેષ તરીકે બીસીસીઆઈ સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનું સન્માન કરાયું

ગુજરાત રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સાથે દેશભરમાં વોલીબોલની રમતને ઇન્ટરનેશનલ લેવલે લઈ જનારા ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.આગામી સમયમાં બોલીવોલ પ્રત્યે યુવાઓમાં જાગૃત્તા લાવવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે કાર્યક્રમ થકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલે સ્વાગત પ્રવચન અને ઝાંખી આપી

આ કાર્યક્રમમાં હાજર રહેતા મહેમાનોને આવકારવા માટે ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલ સ્વાગત પ્રવચન અને ઝાંખી આપવામા આવી હતી. NG પટેલે કહ્યું કે “આપને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં વોલીબોલીમાં નેશનલ લેવલે આપણે કુલ 22 મેડલ પ્રાપ્ત કર્યા છે. જે કદાચ ગુજરાતની કોઈપણ ટીમ ગેમ કરતા ઘણી મોટી સિદ્ધિ છે. જેનો આપણને ગર્વ છે.આપણે આપણે કોચિંગ તેમજ કોચીસ બનાવવામાં ઘણા અગ્રેસર રહ્યા છીએ. આપણે વોલીબોલ રેફરીઓ માટે પણ તાલીમ આપી તેની પરિક્ષા લઈ જિલ્લાકક્ષાના, રાજ્યકક્ષાના,રાષ્ટ્રીયકક્ષાના તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના રેફરી તૈયાર કરેલ છે. જેમાં FIVB રેફરી તરીકે ભારતમાં પ્રથમ અને એકમાત્ર ગુજરાતી એવા ડૉ. નરેન્દ્રસિંહ ક્ષત્રિય હોવાનો આપણને ગર્વ છે. જેઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોળકા કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે”.

આ પણ વાંચો :ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહમાં હાજર મહેમાનોનું કરાયું સ્વાગત

ખેલાડીઓનો સન્માન કાર્યક્રમ કોરોનાને કારણે પાછો ઠેલાયો હતો 

વધુમાં  એન જી પટેલે જણાવ્યું હતુ કે  ” મિત્રો હવે તમને મારે ખાસ આજના સભાસ્થ્ય વિશે જણાવવાનું કે આપણી મીનીની ટીમ 2010 માં પ્રથમ મેડલ જીત્યો ત્યારથી આજ સુધી જાણે આપણી મંડળ મેળવવાની પરંપરા એ આપણી આદત બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપણે કુલ સાત મેડલ મેળવ્યા છે. 2019 માં જ્યારે આપણો સિલ્વર મેડલ આવ્યો ત્યારે આપણે નક્કી કર્યું હતું કે આપણે આપણા ખેલાડીઓનું બહુમાન કરવું જોઈએ પણ ત્યારે કોરોનાકાળના લીધે આવું કોઈ આયોજન કરી શક્યા નહોતા અને ત્યાર પછી આપણે ત્રણ જ વર્ષમાં વોલીબોલ રમતમાં 7 મેડલ જીત્યા જેમાં? ગોલ્ડ, 3 સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જેમાંપણ યૂથ વિભાગમાં ભાઈઓ અને બહેનોએ મેળવેલા સુવર્ણ ચંદ્રકોએ ઇતિહાસ રચ્યો છે. ત્યારે આપણે તેમને અભિવાદન, બહુમાન કરવાનું વિચાર્યું જે આજે મૂર્તિમન થઈ રહ્યું છે”.

રમત ગમતના વિકાસને ખૂબ આગવું મહત્વ આપે છે

મિત્રો જ્યારે આપણા ગુજરાત રાજ્ય અને આપણાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ જ્યારે રાત – દિવસ એક કરી દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવા મહેનત કરી રહ્યા છે જેમાં તેઓ રમત ગમતના વિકાસને ખૂબ આગવું મહત્વ આપે છે. જેના માટે આપણે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેઓએ સૌપ્રથમ ગુજરાતને ખેલ મહાકુંભની ભેટ આપી ગુજરાતને રમશે ગુજરાત જીતશે ગુજરાતનો નારો આપ્યો. આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારત, ફિટ ઇન્ડિયા અને ઓલમ્પિક રમતોત્સવના યજમાનીનું વિઝન જો આપણે મૂર્તિમંત કરવું હશે તો આપણે સૌ મળીને આપણા ખેલાડીઓને રમતા રાખવા પડશે. તેમને માર્ગદર્શિત કરીને પ્રોત્સાહિત કરતા રહેવું પડશે.

સંદીપ પ્રધાનએ પ્રથમ ગુજરાતના રમત ગમતનો વિકાસ કર્યો

ખેલો ઈન્ડિયા દ્વારા તેઓએ ખેલાડીઓને તૈયાર કરવાનું અને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કક્ષાની મલ્ટી રમત સ્પર્ધામાં માહોલ અને કોલાડીઓ માટે કેસીલીટી વિકાવી છે. મિત્રો સારા કામની જ્યારે શરૂઆત જ્યારે થતી હોય ત્યારે બધું સારું થતું હોય છે. જેમાં ગુજરાતને સંદીપ પ્રધાન જેવા જિજ્ઞાસુ જ્ઞાની અને મહેનત DG, SAG મળ્યા અને ગુજરાતમાં રમત અને રમતના મહોલની ગતીએ વેગ પકડયો, ત્યારબાદ તેમની મેહનત અને સેવાઓની કદર કરી રાજ્યકક્ષાએથી તેમણે રાષ્ટ્રીયકક્ષાએ લઈ જઈને DG.SAI બનાવવામાં આવ્યા. સંદીપ પ્રધાનએ પ્રથમ ગુજરાતના રમત ગમતનો વિકાસ કર્યો છે આજે પૂરા ભારત દેશમાં રમતગમતના ભવ્ય વિકાસ માટે અવિરતપણે કાર્યરત છે.

 રમત ગમતના વિકાસમાં આ મહાનુંભાવોનો ફાળો 

ગુજરાત રાજ્યના વિવિધ રમત મંડળોના યોગદાન અને તેમની સખત મેહનતનું ખૂબ મહત્વનું છે આ વાતાવરણમાં ગુજરાતી સમાજને ખુબજ મહેનતુ અને ખેલમંત્રી તરીકે હર્ષ સંઘવીની ઉપસ્થિતિ પ્રાપ્ત થઈ અને વળી તેમની જેમજ ખૂબ જ મહેનતુ અને ખુદ પોતે પણ સ્પોર્ટસમેન એવા આપણાં અજયભાઈ પટેલની ઇડિયન ઓલિમ્પિક એસોશિએશનની સિનિયર વોઈસ પ્રેસિડેન્ટ પસંદગી થઈ છે. ત્યારે સોનામાં સુગંધ ભળી હોય તેવું લાગી રહ્યું છે. તેમની સાથે સાથે જયભાઈનો ફાળો પણ અમૂલ્ય છે. જે આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તેઓએ bcciમાં આપેલ ફાળો ઘણો મહત્વનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેનું ઉદાહરણ છે.

આ પણ વાંચો : રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો, જૂઓ કેટલીક અદભુત તસવીરો!

Back to top button