તાજેતરમાં જ કરાયેલો ફી વધારો આખરે ગૂજરાત વિદ્યાપીઠએ પાછો ખેચ્યો?


- તાજેતરમાં જ ગૂજરાત વિદ્યાપીઠ વિવિધ કોર્સમાં 10 થી 12 ટકાનો વધારો કર્યો હતો.
- વિદ્યાર્થીઓએ ફી વધારો પાછો ખેંચવા અનેક રજુઆતો કરી હતી.
- વિદ્યાર્થીઓની રજુઆતોને ધ્યાને લઈને આખરે વિવિધ કોર્સની ફીના માળખામાં સુધારો કર્યાનો દાવો કરાયો.
ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidhyapith) દ્વારા કરવામાં આવેલા ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેથી તેમણે આ ફી વધારો પરત ખેંચવા માટે કુલનાયક- કુલસચિવને ઈમેલ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ ફી વધારો પાછો ખેંચવા વિનંતી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ફી વધવાથી ગરીબ અને આદિવાસી બાળકો વિદ્યાપીઠમાં નહિ અભ્યાસ કરી શકે. ગાંધીજીએ વિદ્યાપીઠ ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે સ્થાપના કરી હતી. તેમજ નવા મેનેજમેન્ટને માત્ર ફી માં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીઓના માથે 270 ટકા જેટલો ફી વધારો ઝિંકતા આક્રોશ ફેલાયો હતો. જેના પગલે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર ફી વધારો પરત ખેંચવા માટે અભિયાન ઉપાડ્યું હતુ.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ફી ધટાડ્યાનો દાવો:
વિદ્યાર્થીઓની આ તમામ રજુઆતોને ધ્યાને રાખીને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં યુજી, પીજી, ડીપ્લોમા સહિતના કોર્સની ફીનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું હતું. તેમા ફરી સુધારો કર્યાનો ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
અગાઉ 4 ગણો વધારો કર્યો હતો:
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આ વિવિધ કોર્સમાં 10 થી 12 ટકાનો વધારો કરવામાં આવ્ચો હતો. જેમાં તમામ UG અભ્યાસની એજ્યુકેશન અને અન્ય ફી મળી 7000 કરાઈ હતી, જ્યારે Pg અભ્યાસક્રમમાં 10000 કરાઈ હતી, ડિપ્લોમા 6000 ફી કરાઈ હતી, તેમજ PHDની 15000 જેટલી ફી કરાઈ હતી, જેમાં અગાઉની ફી કરતા 4 ગણો વધારો કરવામાં આવ્યો હતો જે ફરી વિદ્યાર્થીઓની રજુઆતોને ધ્યાને લઈને આખરે વિવિધ કોર્સની ફીના માળખામાં જે વધારો કર્યો હતો તેમાં સુધારો કર્યો હોવાનો ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નર્મદામાં શાળા પ્રવેશોત્સવ પ્રારંભે MLA ચૈતર વસાવાએ ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિ પર ઉઠાવ્યા સવાલ