ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં આવી, આ કારણે વિદ્યાર્થીઓએ સત્તાધિશો સામે બાંયો ચઢાવી

Text To Speech

અમદાવાદ શહેરની ગુજરાત વિદ્યાપીઠ ફરી વિવાદમાં સપડાઈ છે.અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધવ્યો હતો.ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાર્થનાસભા દરમિયાન સર્વધર્મ પ્રાર્થના કરવાના મુદ્દે વિધાર્થીનીઓને ડીન દ્વારા હડધૂત કરીને અપમાનિત કરવાનો આરોપ છે.

ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ સત્તાધિશો સામે બાયો ચડાવી

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ સત્તાધિશો સામે જોરદાર વિરોધ શરૂ કર્યો છે.વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ અને સત્તાધિશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનના બનાવો બની રહ્યાં છે.ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાર્થનાસભા દરમિયાન સર્વધર્મ પ્રાર્થના કરવાના મુદ્દે વિધાર્થીનીઓને ડીન દ્વારા હડધૂત કરીને અપમાનિત કરવામાં આવી હતી.જેથી વિદ્યાર્થીનીએ ગાંધીગીરી કરીને વિરોધ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ વિદ્યાપીઠ-humdekhengenews

જાણો વિદ્યાર્થીઓએ શુ આરોપ લગાવ્યો

વિદ્યાર્થીઓનો આરો છે કે, વિદ્યાર્થીઓને સર્વ ધર્મ પ્રાર્થના અને સ્ટેજ પર બોલવા દેવામાં આવતા નથી, તેમના આ અધિકારને છીનવાઇ રહ્યો છે. જેથી વિદ્યાપીઠના સત્તાધીશો વિરદ્ધ વિદ્યાર્થીઓએ એક મોટું આંદોલન શરૂ કરી દીધું છે. અને જેના ભાગરુપે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ કાળીપટ્ટી ધારણ કરીને, પ્રાર્થના કરી રેંટીઓ કાંત્યો છે. અને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉપાસના હૉલની જગ્યાએ કેમ્પસમાં રસ્તા પર બેસી કરી પ્રાર્થના કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે.

આ પણ વાંચો : જમ્મુ-કશ્મીર : આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, છેલ્લા 24 કલાકમાં ચાર આતંકીઓ ઠાર

અમદાવાદ વિદ્યાપીઠ-humdekhengenews

 વિદ્યાર્થીઓ ફી વધારાને લઇને ગુસ્સામાં

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ફી વધારાને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને ગુસ્સામાં છે, અને કુલનાયક અને કુલ સચિવને ઇમેઇલ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.આ મામલે વિદ્યાર્થીઓનું કહેવું છે કે’ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ફી માટે નહીં પણ છેવાડાના બાળકોને શિક્ષણ મળે તે માટે કરી હતી પરંતુ નવા મેનેજમેન્ટને માત્ર ફીમાં જ રસ હોય એવુ દેખાઇ રહ્યું છે’.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મણિપુર મામલે તપાસ કરવા માટે સમિતિની રચના કરી, SCએ આપ્યો આ ખાસ એક્શન પ્લાન

Back to top button