મંત્રીમંડળના નામ પર ચર્ચા માટે પાટીલ અને ભુપેન્દ્ર પટેલ પહોંચશે દિલ્હી
એક તરફ ગાંધીનગરમાં ભાજપ વિધાનસભા દળની બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી કેન્દ્રીય નેતૃત્વનું તેડું આવ્યું છે. આ દરમિયાન બંને નેતાઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે.
ગુજરાતમાં નવા મંત્રીમંડળના નામો માટેની ચર્ચા શરૂ થઈ છે. ભાજપના વિધાનસભા દળના સભ્યોની બેઠકમાં રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે હાજર રહ્યા છે. જેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીથી લઈ નીતીન પટેલ બેઠકમાં હાજર રહ્યા છે. આ ત્રણેય નિરીક્ષક નવા મુખ્યમંત્રી મંડળ માટે ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ વિધાનસભા દળની બેઠકમાં હાજરી આપશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.દિલ્હીમાં બંને નેતાઓ ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન નવા મંત્રીમંડળની યાદી અંગે નિર્ણય લેવાઈ શકે છે.