ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રીવાબાના રીએક્શન પછી સામે આવ્યું સાંસદ પૂનમબેન માડમ અને મેયરનું રીએક્શન

Text To Speech

HD ન્યૂૂઝ ડેસ્કઃ ગુજરાતના જામનગરમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના જાહેર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂનમબેન માડમ અને પક્ષના ધારાસભ્ય રીવાબા જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે અંગે હવે પૂનમબેને 17 ઓગસ્ટને ગુરુવારે જણાવ્યું હતું કે, કોઈ ગેરસમજ થઈ હતી, જેના કારણે ચર્ચા થઈ હતી અને તેની પ્રતિક્રિયા વાયરલ વીડિયોમાં જોવા મળી હતી.

પૂનમબેને આના પર કહ્યું કે પક્ષમાં દરેકે એકબીજા સાથે સુમેળમાં રહેવું જોઈએ. મેં કહ્યું તેમ, પાર્ટી એક પરિવારની જેમ છે અને તેમાં દરેક વ્યક્તિ એકબીજાની તાકાત છે.

કથિત રીતે ટોણા માર્યાઃ ધારાસભ્ય રીવાબા જાડેજાના જણાવ્યા મુજબ, સાંસદ પૂનમબેને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના ચપ્પલ ઉતારવા બદલ તેમને કથિત રીતે ટોણા માર્યા હતા અને તેમને ‘ઓવર સ્માર્ટ’ કહ્યા હતા. તેમણે કહ્યું કે સાંસદ પૂનમબેન માડમે ચપ્પલ પહેરીને વિરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપી અને મેં ચપ્પલ ઉતાર્યા. તેમણે મોટા અવાજે કહ્યું કે પીએમ અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ નથી કાઢતા પરંતુ કેટલાક અજ્ઞાન લોકો ઓવર સ્માર્ટ બની જાય છે.

રીવાબાએ કહ્યું કે મને પૂનમબેનની કોમેન્ટ પસંદ નથી આવી.જેના કારણે મેં મારા સ્વાભિમાનને કારણે કહ્યું હતું કે મારા ચપ્પલ ઉતારીને શું ભૂલ કરી છે? બંનેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  

રીવાબા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની છે. રીવાબા 2019 માં ભાજપમાં જોડાયા હતા અને ગયા વર્ષે તેઓ ગુજરાતના જામનગર ઉત્તરથી ધારાસભ્ય બન્યા હતા. રીવાબાએ તેમની બેઠક 88,119 મતોથી જીતી હતી. જ્યારે પૂનમબેન 2014થી જામનગર બેઠક પરથી સાંસદ છે. 

આ રીએક્શન આપ્યા પછી મેયરે પોતાનુ રીએક્શન આપ્યું હતું કહ્યું હતું કે, “આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારીક મામલો છે હું કોઇ કોમેન્ટ કરવા માંગતી નથી”

Back to top button