ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વાવ પેટાચૂંટણીમાં ગુલાબ ખિલશે? જાણો કેટલા મતથી છે આગળ

Text To Speech

Vav Assembly By Election: બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે.બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીનું આજે પરિમાણ જાહેર થશે. જેમાં ત્રિપાંખિયો જંગની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે. તો અપક્ષના માવજી પટેલ જીત સાથે અલગ સરપ્રાઈઝ આપવા માંગે છે. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે.

ચૂટણી પંચની વેબસાઇટ પ્રમાણે, 3 રાઉન્ડના અંતે આ બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1174 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર બીજા અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ત્રીજા ક્રમે છે.

પોલીસનો ચાંપતો બંદોબસ્ત

સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ મતગણતરી કેન્દ્ર ખાતે ૪૦૦ પોલીસ જવાનો, CAPF, SRP જવાનો ફરજ બજાવશે. આ સાથે મતગણતરી સંબંધી માહિતી અને ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતની આશા વ્યક્ત કરી

વાવ બેઠક અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવી છે. ગેનીબેન ઠાકોર બે ટર્મ સુધી ચૂંટાયા હતા. અને તેઓ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી.કોંગ્રેસને એટલે જ ભરપૂર અપેક્ષા છે કે વાવની જનતા ફરી કોંગ્રેસના જ ઉમેદવારને તક આપશે. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં લોકોએ કોંગ્રેસને જ પસંદ કર્યા છે.

આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ

અત્રે ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે. ત્યારે આ બેઠક પર કોણ જીતશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

આ પણ વાંચોઃ વાયનાડથી પ્રિયંકા ગાંધી આગળ છે કે પાછળ, જાણો લેટેસ્ટ અપડેટ

Back to top button