- ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યાં
- રાજ્યમાં એક્ટિવ કેસ 2215 થયા
- 05 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર હેઠળ
- આજે એકપણ દર્દીનું મોત નહીં
ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે. જો કે આજના દિવસે કોરોના જાણે છેલ્લી પાટલીએ બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા છે. કેસ ઘટતા તંત્રએ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે. આજે વધુ 268 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,74,207 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક 11,072 થયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 98.96 છે
ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં 57, વડોદરામાં 26, સુરતમાં 24, સાબરકાંઠમાં 9, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 6, સુરત જિલ્લામાં 6, મહેસાણામાં 5, વડોદરા જિલ્લામાં 4, વલસાડમાં 4, ભરુચમાં 3, કચ્છમાં 3, અમરેલીમાં 2, આણંદમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, ગીર સોમનાથમાં 2, મોરબીમાં 2, નવસારીમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, પંચમહાલમાં 1, રાજકોટ જિલ્લામાં 1, તાપીમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.
5 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11072 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2215 એક્ટિવ કેસ છે. 05 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2210 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા થઈ ગયો છે.