ગુજરાત: આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી, ત્રણ દિવસ મેઘની આગાહી


- આગાહી પ્રમાણે મંગળવારના સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે
- અમદાવાદમાં 38.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું
- મંગળવારે નર્મદા, તાપી, ડાંગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં તો 11 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું કપરૂ બની રહ્યું છે. એવામાં ગુજરાતમાં બે દિવસ હીટવેવ અને ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગાહી પ્રમાણે મંગળવારના સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારના સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે. ત્યારબાદ મંગળવારે નર્મદા, તાપી, ડાંગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગુરૂવારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, બોટાદ, દીવમાં 30 થી 40 પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે અને ગાજવીશ સાથે વરસાદ વરસવાની સંભાવના છે.
અમદાવાદમાં 38.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું
આ દરમિયાન અમદાવાદમાં 38.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેતાં 18.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પહેલી એપ્રિલથી તાપમાન 41ને પાર જતાં ગરમીનું પ્રમાણ વધી શકે છે.