ગુજરાત

ગુજરાત: બોડેલીમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી

Text To Speech
  • પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તંત્ર નિષ્ફ્ળ સાબિત થઇ રહ્યું છે
  • નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • બંધ કરાલેય રોડની કામગીરી વેળા વરસાદ ખાબક્તાં ઘૂટણસમા પાણી ભરાયા

બોડેલીના અલીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી કોઈક કારણોસર રોડની કામગીરી બંધ કરવામાં આવી છે. જેને લઇ રહીશો સહિત લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ્ શનિવારે મોડી સાંજના સમયે ધોધમાર અડધા ઇંચ જેટલો વરસાદ થતા ગોપાલ ટોકીજથી રાજખેરવા સુધીના રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતા તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં આજે સાંજમાં સમયે વરસાદી માહોલ છવાયો હતો. જેને લઇ નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી બોડેલીમાં ગોપાલ ટોકીજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગોપાલ ટોકીજથી રાજખેરવા સુધી છેલ્લા કેટલાક સમયથી રોડ નવીનીકરણની કોઈક કારણોસર અટવાઈ છે. જેને લઇ રામનગર સોસાયટી સહિત અનેક સોસાયટીના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે રોડની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રહીશો માગ કરી રહ્યા છે.

પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તંત્ર નિષ્ફ્ળ સાબિત થઇ રહ્યું છે

તો બીજી તરફ્ થોડાક વરસાદમાં રોડની કામગીરી માટે ખોદાયેલ ખાડામાં પાણીનો ભરાવો થયો હતો તો આગામી સમયમાં અહીં રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ચોમાસામાં લોકોની શું હાલત થશે તે પણ એક સવાલ છે. તદુપરાંત અલીપુરા બીઓબી બેન્ક પાસે વર્ષોથી ચોમાસામાં પાણી ભરાઈ છે. આ બાબતની જાણ તંત્રને પણ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આમ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તંત્ર નિષ્ફ્ળ સાબિત થઇ રહ્યું છે.

Back to top button