

- હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે
- 9 અને 10 તારીખે યોજનાર પરીક્ષામાં ફેરફાર
- ટ્રાફિક વ્યવસ્થાને લઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય
અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાત યુનિવર્સિટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે 9 અને 10 તારીખે યોજનાર પરીક્ષામાં ફેરફાર કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થાને લઈને 9 અને 10 તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન વિદ્યાશાખાના આચાર્ય, ભવનના અધ્યક્ષ, માન્ય અનુસ્તાનક કેન્દ્રોના અધ્યક્ષોને જણાવવામાં આવે છે. વાયબ્રન્ટ ગુજરાતના આયોજનના અનુસંધાને ટ્રાફિક વ્યવસ્થાને લઈ વિદ્યાર્થીના હિતમાં 9 અને 10 મી તારીખની પરીક્ષા હવે 17 અને 18 તારીખે લેવામાં આવશે.
આ પણ વાંચો : ISIS નું ગુજરાતના આ શહેરો પર હુમલો કરવાનું કાવતરું નાકામ બન્યું
આ સિવાયની બાકીની તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે. આ પરીક્ષામાં ટ્રાફિક સમસ્યાના કારણે વિદ્યાર્થી મોડો પહોંચે તો પરીક્ષા કંટ્રોલ રૂમને જાણ કરવાથી પરીક્ષા આપવા દેવામાં આવશે. તેમજ અમદાવાદમાં વિવિધ રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.