અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ મુદ્દે 2ની ધરપકડ, શું કહ્યું વિદેશ મંત્રાલયે?

અમદાવાદ, 17 માર્ચ 2024: ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકો અમદાવાદના રહેવાસી છે. રિપોર્ટ અનુસાર, પોલીસે અમદાવાદના સોલાના રહેવાસી હિતેશ મેવાડા અને વસ્ત્રાલના ભરત પટેલની ધરપકડ કરી છે. બંને યુવાનોને આગળની કાર્યવાહી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.

Gujarat University Attack
Gujarat University Attack

વિદેશ મંત્રાલયે પણ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મુદ્દે સંજ્ઞાન લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી. રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમાંથી એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

વિદેશ મંત્રાલય આ મામલે ગુજરાત સરકારના સંપર્કમાં

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદ કેમ્પસમાં નમાઝ અદા કરવાને લઈને શરૂ થયો હતો. કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓને નમાઝ અદા કરવાનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. ઘાયલ થયેલા બે વિદ્યાર્થીઓમાંથી એક તજાકિસ્તાનનો અને બીજો શ્રીલંકાનો છે.

રિપોર્ટ અનુસાર હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

બાકીના આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશેઃ પોલીસ

વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના કેસમાં ઈન્ચાર્જ ડીસીપી તરુણ દુગ્ગલે કહ્યું કે આરોપીઓને પકડવા માટે 9 ટીમો બનાવવામાં આવી હતી. આ કેસમાં 25 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આરોપી સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કલમ 143, 144, 147, 148, 149, 427, 323, 324, 337, 447 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને ડાયસ્પોરા કો-ઓર્ડિનેટરને હટાવ્યા

રિપોર્ટ અનુસાર, વિદેશી વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સંકુલ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ડાયસ્પોરાના કો-ઓર્ડિનેટરને હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલમાં જે હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તેને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે. હાલમાં હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશ કરનારાઓની ગતિવિધિ પર નજર રાખવા જણાવાયું છે. તેમજ સુરક્ષા કર્મચારી હોવા છતાં હુમલાની ઘટના પ્રકાશમાં આવશે તો યુનિવર્સિટી દ્વારા સુરક્ષા એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા

આ ઘટના અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સવારે બેઠક બોલાવી હતી. તેમણે ડીજી અને સીપીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, સીરિયા અને આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે અને અભ્યાસ કરે છે.

પીડિત વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હોસ્ટેલના રૂમમાં ઘૂસીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. લેપટોપ, એસી, કબાટ, ટેબલ, દરવાજા, મ્યુઝિક સિસ્ટમની તોડફોડ કરવામાં આવી છે. વિદેશી વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે અહીં ઘણા તહેવારોમાં ભાગ લઈએ છીએ, દરેક અમારા ભાઈ છે પરંતુ આ અપેક્ષા નહોતી. રિપોર્ટ અનુસાર હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં સાત લોકોની ઓળખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

Back to top button