ગુજરાત: મહુડી જિનાલયના હાલના બે ટ્રસ્ટીએ 130 કિલો સોનાની હેરાફેરી કરી
- ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ
- ગુજરાતના મુખ્યમંત્રીને તસ્ટથ તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદો પણ કરી
- છેલ્લા ઘણા સમયતી ટ્રસ્ટીઓની લડાઈ ચાલતી આવી છે
ગુજરાતમાં આવેલ મહુડી જિનાલયના હાલના બે ટ્રસ્ટીએ 130 કિલો સોનાની હેરાફેરી કરી છે. મહુડી સોના કાંડમાં જેલમાં ગયેલાના પરિજનોએ હવે ટ્રસ્ટીઓ સામે આક્ષેપ કર્યો છે. મહુડી જિનાલય ટ્રસ્ટમાં પ્રભુત્વના જંગમાં વધુ એક વખત કાદવ ઉછાળ પ્રવૃત્તિ થઇ છે. ભુપેન્દ્રભાઈ વોરાએ ટ્રસ્ટીઓ સાથે સ્ટ્રોંગ રૂમમાંથી 66 કીલો સોનું ગાયબ કર્યુ હોવાની રજૂઆત કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવનારા 2 દિવસ હીટવેવની આગાહી, જાણો કયા વિસ્તારમાં વધશે ગરમી
ગુજરાતના મુખ્યમંત્રીને તસ્ટથ તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદો પણ કરી
ગાંધીનગરમાં આવેલા સુપ્રસિધ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં છેલ્લા 12 વર્ષથી ચઢાવવામાં આવેલ 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની નોટો બદલી આપવાનું હાલના બે ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ સંઘના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મહુડી સંઘના 280 પૈકીના 20 સભ્યોને સોનું ગાયબ થવા અને નોટબંધીમાં નોટો બદલી કરવામાં આવ્યાની જાણ કરવામાં આવી હતી. આટલુ જ નહીં ચેરિટી કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને તસ્ટથ તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદો પણ કરી છે.
છેલ્લા ઘણા સમયતી ટ્રસ્ટીઓની લડાઈ ચાલતી આવી છે
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લેવાના મામલે પોલીસે નિલેશ કાંતીલાલ મહેતા તથા સુનિલ બાબુલાલ મહેતાની ધરપકડ કરી હતી. આમ છેલ્લા ઘણા સમયતી ટ્રસ્ટીઓની લડાઈ ચાલતી આવી છે. આટલુ જ નહીં દસ હજાર કરોડના કૌભાંડી આર્દશ કો. ઓપરેટીવના મુકેશ મોદીએ પણ મહુડી જિનાલયમાં કૌભાંડ આચર્યુ હતુ.જે અંગે સીઆઈડી ક્રાઈમએ મહુડીની ધર્મશાળામાં તપાસ કરી હતી.
ગાંધીનગર નજીક આવેલા ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ
ગાંધીનગર નજીક આવેલા ઘંટાકર્ણ મંદિર મહુડીના ટ્રસ્ટીઓ પર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2012 થી અત્યાર સુધી માં 130 કિલો સોનુ અને 14 કરોડની નોટો બદલાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. મહુડી સંઘના 280 પૈકી 20 જેટલા સભ્યોએ આ જાણકારી આપી હતી. મહુડી જૈન સંઘના સભ્ય અંકીત મહેતાએ જણાવ્યુ હતુ કે, ભુપેન્દ્રભાઈ વોરાએ ટ્રસ્ટીઓ સાથે સ્ટ્રોંગ રૂમમાંથી 66 કીલો સોનું ગાયબ કર્યુ હોય તેની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત મહુડી ટ્રસ્ટના નાંણાથી બિન જરૂરી મારબલ, ગ્રેનાઈટ, લોખંડના સળીયા વિગેરેની ખરીદી કરી લોકોની શ્રધ્ધાના નાણા વ્યર્થ કરેલ છે. જેમાં મોટાભાગની ખરીદી કરેલ વસ્તુઓ ચોરાઈ ગઈ છે અથવા તો સડી ગઈ છે.