ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: નવસારીમાંથી અત્યંત નશીલા બુબા કુશ ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા

Text To Speech
  • આરોપીઓ નવસારીમાં છેલ્લા 2 વર્ષથી વેચાણ માટે આવતા હોવાની વિગતો સામે આવી
  • આ ગાંજો અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે
  • વિશિષ્ટ પ્રકારના ગાંજાના 1 ગ્રામ રૂ.3500 સુધીની કિંમતે વેચાય છે

નવસારીમાંથી અત્યંત નશીલા ‘બુબા કુશ’ ગાંજા સાથે 3 ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અગ્રવાલ કોલેજના બે વિદ્યાર્થીઓ ઝડપાયા છે. રાજ્યમાં સતત નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું છે. આ વચ્ચે વિવિધ સ્થાનો પર ડ્રગ્સ ઉપરાંતનો જથ્થો મળી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે મરોલી પાસેથી એક લાખથી વધુની કિંમતના વિશિષ્ઠ પ્રકારના સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા ગાંજાના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: મિલિયન ટ્રી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં 30 લાખ વૃક્ષારોપણ કરાશે

આરોપીઓ નવસારીમાં છેલ્લા 2 વર્ષથી વેચાણ માટે આવતા હોવાની વિગતો સામે આવી

આ અંગેની માહિતી અનુસાર, નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એમડી ડ્રગ્સના સમકક્ષ ભાવે અને સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા બુબા કુશ હાયબ્રીડ ગાંજા સાથે 3ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતથી લાવી નવસારીમાં છેલ્લા 2 વર્ષથી વેચાણ માટે આવતા હોવાની વિગતો સામે આવી છે. જેમાં મરોલી ચેકપોસ્ટ પાસેથી 32 ગ્રામના ગાંજાના જથ્થા બાઇક સવાર સૌપ્રથમ 2ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ જથ્થો ઉપલબ્ધ કરવનાર સુરતનો સેમસન ઉર્ફે સેમ સાયમન કરાસકોની પણ કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. નવસારી શહેરમાં રહેતા 21 વર્ષીય રાહુલ રાજીબભાઈ જાના અને 23 વર્ષીય આકાશ સંતોષભાઈ આહીર જેઓ નવસારી શહેરની અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરતા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો: અમદાવાદથી મુંબઇ હવે 4.40 કલાકમાં પહોંચી શકાશે, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારાશે

આ ગાંજો અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે

ગાંજાનો આ જથ્થો બંને વિદ્યાર્થીઓ નવસારી શહેરમાં કોલેજમાં વેચાણ માટે લાવતા હતા કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિશિષ્ટ પ્રકારના ગાંજાના 1 ગ્રામ રૂ.3500 સુધીની કિંમતે વેચાય છે. આ ગાંજો અમેરિકા તેમજ ભારતમાં વેચાતા ગાંજાની જાતને મિશ્રણ કરીને ઉગાડવામાં આવે છે, જે ખૂબ જ ડિમાન્ડમાં હોવા સાથે મોંઘા ભાવે વેચવામાં આવે છે.

Back to top button