ગુજરાત : દ્વારકાધીશના દર્શને જતી આઠ પદયાત્રી મહિલાઓને ટ્રકચાલકે કચડી, ત્રણના મૃત્યુ


- અન્ય ચાર મહિલાઓ થોડી આગળ ચાલીને જતી હોવાથી આબાદ બચાવ થયો
- ટ્રકે આઠ પદયાત્રી મહિલાઓને હડફેટેમાં લઈ લેતા ભારે ચકચાર મચી
- ગંભીર અકસ્માત બાદ ટ્રકચાલક ત્યાંથી ભાગી છુટયો હતો
જામનગરના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે ટ્રકના ચાલકે પદયાત્રા કરીને દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી પાટણના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની 12 મહિલાઓ પૈકીની આઠ મહિલાને કચડી નાખતા ત્રણના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઘાયલ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
ટ્રકે આઠ પદયાત્રી મહિલાઓને હડફેટેમાં લઈ લેતાં ભારે અફડા તફડી થઈ
ચાર મહિલાઓનો બચાવ થયો હતો. જેના પગલે અરેરાટી પ્રસરી જવા પામી છે. સમગ્ર મામલે જોડીયા પોલીસ તપાસ કરી રહી છે. આ ગોઝારા અકસ્માતના બનાવવાની વિગત એવી છે કે પાટણના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના 12 મહિલાઓ કે જેઓ પદયાત્રા કરીને દ્વારકાના જગત મંદિર માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓને જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે અકસ્માત નડયો હતો. પાછળથી એકદમ પૂર પાટ ઝડપે આવી રહેલા ટ્રકે આઠ પદયાત્રી મહિલાઓને હડફેટેમાં લઈ લેતા ભારે ચકચાર મચી છે.
અન્ય ચાર મહિલાઓ થોડી આગળ ચાલીને જતી હોવાથી આબાદ બચાવ થયો
આ ગોજારા અકસ્માતમાં ત્રણ પદયાત્રી મહિલાઓ છાનુબેન મહાદેવભાઈ બકુતરીયા, રુડીબેન લક્ષ્મણભાઈ બકુતરીયા અને સેજીબેન મેરામભાઈ બકુતરીયા મૃત્યુ નીપજ્યા હતા. જયારે ગીતાબેન રાજાભાઈ કાસડ, સુસ્મિતાબેન જીવણભાઈ હેઠવાડિયા, રાણીબેન અરજણભાઈ બકુતરિયા સહિત અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઇજાગ્રસ્ત બની હોવાથી તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સઘન સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. અન્ય ચાર મહિલાઓ થોડી આગળ ચાલીને જતી હોવાથી આબાદ બચાવ થયો હતો. આ ગંભીર અકસ્માત બાદ ટ્રકચાલક ત્યાંથી ભાગી છુટયો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર: પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારમાં ડીજે અને લાઉડ સ્પિકર ઉપર પ્રતિબંધ