ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી

  • અમદાવાદમાંથી જ ચાર વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મોકલાઈ
  • રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ગંભીર ભૂલ કરનાર વાહન ડીલરોને બે હજારથી વધુ નોટિસ
  • 10થી વધુ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ઢાંકપીછાડો

ગુજરાતમાં નવા રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર 25 વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે. તેમાં નવા વાહન રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલ કરનાર રાજ્યના 25 ડીલરોને નોટિસ અપાઇ છે. તેમજ રાજ્યમાંથી 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની RTOની દરખાસ્ત પેન્ડિંગ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે, જાણો કેવી રીતે 

અમદાવાદમાંથી જ ચાર વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મોકલાઈ

અમદાવાદમાં ભૂલ કરનાર ડીલરોને એક માસમાં બે હજારથી વધુ નોટિસ અપાઇ છે. નવા વાહનોની રજિસ્ટ્રેશની કાર્યવાહી સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની કામગીરી છે. વાહનવ્યવહાર વિભાગે નવાં વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી વાહન ડીલરોને સોંપી દીધી છે. રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર રાજ્યના 25 વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે, પરંતુ છેલ્લા પાંચ મહિનામાં રાજ્યની વિવિધ RTO કચેરીની મળી 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર હજુ સુધી નિર્ણય પેન્ડિંગ રખાયો છે. જેમાં અમદાવાદમાંથી જ ચાર વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મોકલાઈ હતી. બીજી તરફ છેલ્લા એક મહિનામાં અમદાવાદની ત્રણેય આરટીઓમાં 13,200 નવાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ગંભીર ભૂલ કરનાર વાહન ડીલરોને બે હજારથી વધુ નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં રૂ.3.43 કરોડનો ખર્ચ માથે પડયો 

10થી વધુ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ઢાંકપીછાડો

વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીએ કહ્યું કે, નવા વાહનોમાં સેલ્ફ ટેક્સમાં ગંભીર ભૂલ કરવા સહિત પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરનાર રાજ્યના વાહન ડીલરોને કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે. જેમાં અમદાવાદના ચાર વાહન ડિલરો છે. નોટિસનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. સસ્પેન્ડ સુધીના પગલાં ભરાશે. કમિશનર કચેરીથી નવા વાહનોની રજિસ્ટ્રેશની પ્રક્રિયા પર સીધુ ઓબ્ઝર્વેશન કરાય છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કમિશનર દ્વારા નોટિસ આપવાની સારી બાબત છે, પરંતુ રાજ્યમાં અંદાજે 10થી વધુ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ઢાંકપીછાડો કરવામાં આવી રહ્યો છે.

Back to top button