ગુજરાત: કાપડ માર્કેટમાં ચીટરોની નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ પરેશાન
- કાપડ માર્કેટમાં ચીટરો એજન્ટના નામે ઓર્ડર આપી ચીટીંગ કરતા હતા
- એક ચીટરે સ્થાનિક આડતિયાનો રેફરેન્સ આપી બહારના રાજ્યના વેપારીના નામે ઓર્ડર આપ્યો
- હવે વેપારીઓ આડતિયા અને એજન્ટ પાસેથી ઓર્ડર કન્ફર્મ થયા પછીજ માલ મોકલશે
ગુજરાતના કાપડ માર્કેટમાં ચીટરોની નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ પરેશાન થયા છે. તેથી વેપારીઓ આડતિયા અને એજન્ટ પાસેથી ઓર્ડર કન્ફર્મ થયા પછીજ માલ મોકલશે. કાપડ માર્કેટમાં ચીટરો એજન્ટના નામે ઓર્ડર આપી ચીટીંગ કરતા હતા.
આ પણ વાંચો:
નવી યુક્તિથી સુરતના કાપડ વેપારીઓ સાથે ચીટીંગ
કાપડ માર્કેટમાં ચીટરો દ્વારા સતત નવી યુક્તિથી સુરતના કાપડ વેપારીઓ સાથે ચીટીંગ કરી રહ્યા છે. હાલમાંજ એક નવી મોડસ ઓપરેન્ડી બહાર આવતા કાપડ વેપારીઓ ચોકી ઉઠ્યા હતા અને આવી ચીટીંગથી બચવા માટે વેપારીઓએ નવા નિર્ણયો લીધા છે અને તમામ વેપારીઓને પણ આ પદ્ધતિથી વેપાર કરવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત: પાલિકાની સ્થાયી સમિતિની નવી ટીમમાં વર્તમાન ચહેરાઓ રિપિટ નહીં થાય
એક ચીટરે સ્થાનિક આડતિયાનો રેફરેન્સ આપી બહારના રાજ્યના વેપારીના નામે ઓર્ડર આપ્યો
સુરતના કાપડ માર્કેટના એક વેપારીને હાલમાંજ એક ચીટરે સ્થાનિક આડતિયાનો રેફરેન્સ આપી બહારના રાજ્યના વેપારીના નામે ઓર્ડર આપ્યો હતો અને અહીંથી મોકલાયેલા પાર્સલો ચાઉં કરી ગયો હતો. જે અંગે સમય જતા સુરતના વેપારીને ખ્યાલ આવ્યો હતો. જયારે વેપારીએ આડતિયાના ત્યાં પુછપરછ કરી ત્યારે પોલ ખુલી હતી. પરંતુ વેપારીને કરોડનું નુકશાન થયુ હતુ. આવી ઘટનાઓ અન્ય વેપારીઓ સાથે નહીં થાય તે માટે સુરત મર્કેન્ટાઇલ એસોસિએશન સાથે જોડાયેલા વેપારીઓએ કેટલાક નિર્ણયો લીધા છે. આ તમામ પ્રોસેસ કર્યા પછીજ તેઓ માલ મોકલશે. ઉલ્લેખનીય છે કે કાપડ માર્કેટમાં વેપારીઓ દર વર્ષે ચીટીંગની ઘટનાઓને લીધે કરોડો રુપિયા ગુમાવે છે અને તેને રોકવાનો પ્રયાસ કરે છે તે છતાય ચીટરો નવી યુક્તિ અજમાવીને સફળ થઇ જાય છે.
આ પણ વાંચો: ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત: કોંગ્રેસ
વેપારીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય
– સુરતના વેપારીઓ જે આડતિયા, એજન્ટ અને અને વેપારીઓ સાથે વેપાર કરે છે તેમની તમામ માહિતી કોમ્પ્યુટરમાં સેવ કરશે.
– કોઇ પણ ઓર્ડર સોશિયલ મીડીયા કે મેઇલ થકી આવે તો પેઢીના માલિકને ઓર્ડર ફોર્મની કોપી મોકલી કન્ફર્મેશન લેવામાં આવશે.
– જો કોઇ વેપારી આવીને એજન્ટ કે આડતિયાનો રેફરેન્સ દ્વારા આપે તો સંબંધિત એજન્ટ કે આડતિયા પાસે કન્ફર્મેશન કરવામાં આવશે.
– બિલની કોપી એજન્ટ કે આડતિયાની ઓફિસ પર મોકલીને સહી-સિક્કો કરાવવામાં આવશે.
– એજન્ટ કે આડતિયાનો અમુક સમયના અંતરે તેમના બાકી પેમેન્ટથી માહિતગાર કરવામાં આવશે.