ગુજરાત: ટુર ઓપરેટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા
- ઉમરાહની ટૂર માટે રૂ. 2.10 લાખ આપ્યા બાદ ટૂર રદ કરી
- રૂ. 2.10 લાખના ચેક રિટર્ન કેસમાં બોટાદના ટુર ઓપરેટરને સજા
- દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ ચુકાદામાં જણાવાઈ
ગુજરાતમાં ટુર ઓપરેટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા થઇ છે. જેમાં રૂપિયા 2.10 લાખના ચેક રિટર્ન કેસમાં બોટાદના ટુર ઓપરેટરને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ રકમ પરત કરવા અપાયેલ ચેક એકાઉન્ટ ક્લોઝની માહિતી સાથે પરત ફર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર
રૂ. 2.10 લાખના ચેક રિટર્ન કેસમાં બોટાદના ટુર ઓપરેટરને સજા
ઉમરાહની ટૂર માટે રૂ. 2.10 લાખ આપ્યા બાદ ટૂર રદ કરી હતી જેમાં બોટાદના યકીન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંપર્કમાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં રહેતા અબ્દુલરહેમાન મહમદઉમર વોરાના પરીવારના 4 સભ્યોને ઉમરાહ જવાનું હતુ. આથી તેઓ બોટાદના યકીન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંપર્કમાં આવ્યા હતા. અબ્દુલરહેમાન ભાઈએ 4 સભ્યો માટે રૂ. 2.10 લાખ આપ્યા હતા અને માર્ચ 2019માં જનાર ટુરનું બુકીંગ કરાવ્યુ હતુ. પરંતુ છેલ્લી ઘડીએ ટુર કેન્સલ થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાત: એજન્ટે રૂ.1 કરોડમાં અમેરિકા મોકલવાનું નક્કી કર્યું અને ઝડપાયો
દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ ચુકાદામાં જણાવાઈ
આથી અબ્દુલરહેમાનભાઈએ પૈસા પરત માંગ્યા હતા. જેમાં ટ્રાવેલ્સના પ્રોપરાઈટર હુસેન હારૂનભાઈ માકડે તા. 24-4-2019ના રોજ રૂ. 2.10 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક અબ્દુલ રહેમાનભાઈએ તે જ દિવસે બેંકમાં ભરતા ચેક એકાઉન્ટ કલોઝના શેરા સાથે પરત ફર્યો હતો. આથી તા. 7-6-19ના રોજ અબ્દુલ રહેમાનભાઈએ સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા મેજીસ્ટ્રેટ બી.આઈ.તારાણીએ આરોપીને કસુરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો છે. આ ઉપરાંત રૂ. 2.10 લાખનો દંડ ફટકારાયો છે. દંડની રકમ ફરીયાદીને ચુકવવા જણાવાયુ છે. જો તેઓ આ દંડ ન ભરે તો વધુ 6 માસની સજા પણ ચુકાદામાં જણાવાઈ છે. આરોપીની ગેરહાજરીમાં કોર્ટે ચુકાદો સંભળાવી તેનું પકડ વોરંટ પણ ઈસ્યુ કર્યુ છે.