ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો, વેપારીઓએ કહ્યું હજુ ભાવ વધશે

  • ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે
  • હજુ વરસાદ પડશે એટલે વધુ આવક ઘટશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે
  • મહારાષ્ટ્રમાં એક્સપોર્ટ ડયુટી યથાવત રાખતાં ખેડૂતોમાં વિવાદ છંછેડાયો

ગુજરાતમાં ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે. જેમાં વેપારીઓએ કહ્યું હજુ ભાવ વધશે તેથી ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. તેમાં 20 રૂપિયા કિલો મળતા ટામેટાનો ભાવ રૂપિયા 60 થયો છે. જેમાં ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેમજ વેપારીઓ જણાવી રહ્યાં છે કે ટામેટાની આવક 50 ટકા ઘટી ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતનાં કુલ 35 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો, એકથી ત્રણ ઈંચ સુધી મેઘ ખાબક્યો 

હજુ વરસાદ પડશે એટલે વધુ આવક ઘટશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે

ગૃહિણીને ફરી મોંઘવારીનો માર નડશે. જેમાં ચોમાસા પેહલા ટમેટાના ભાવમાં વધારો થયો છે. હજુ વરસાદ પડશે એટલે વધુ આવક ઘટશે તેમ વેપારીઓ જણાવી રહ્યાં છે. જેમાં કિલો ટમેટામાં 1-2 તો બગડી જાય એમાં પણ ભાવ વધ્યો છે તેવી ચર્ચાઓ શહેરમાં થઇ રહી છે. શાકભાજીમાં પણ બટાટા, ટામેટા, ડુંગળી જેવી ચીજોના ભાવોમાં વર્ષે દહાડે સરેરાશ 42થી 43 ટકાનો ઉછાળો થયો છે. દાળોમાં 20થી 22 તથા ચોખામાં 13થી 15 ટકાના વધારા સાથે મસાલા ચીજોમાં પણ મોંઘવારી બેકાબુ બની છે.

ડુંગળીની નિકાસને લીલી ઝંડી મળતાં ભારતીય ડુંગળી બજારે ગરમી પકડી

ગૃહિણીઓના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ચોમાસા પહેલા ટામેટાના ભાવમાં વધારો થયો છે. જેમાં રૂપિયા 20એ કિલો મળતા ટામેટાનો ભાવ રૂ.60 થયો છે. ટામેટાની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. ત્યારે વેપારીએ જણાવ્યું છે કે ટામેટાની આવક 50 ટકા ઘટી ગઈ છે. જેમાં ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકમાં ટામેટા નાખવા કે નહીં તે સવાલ છે. હવે તો શું ખાવું શું નહીં તે સમજાતુ નથી. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની બજાર છેલ્લા એક અઠવાડિયામાં વીસેક ટકા ઉપરાંત વધી છે. ડુંગળીની નિકાસને લીલી ઝંડી મળતાં ભારતીય ડુંગળી બજારે ગરમી પકડી છે.

મહારાષ્ટ્રમાં એક્સપોર્ટ ડયુટી યથાવત રાખતાં ખેડૂતોમાં વિવાદ છંછેડાયો

તાજેતરમાં કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો પરંતુ ટન દીઠ 550 ડોલરની મિનિમમ એક્સપોર્ટ પ્રાઇઝની શરત પણ રાખેલ છ. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ગુજરાત તથા કર્ણાટક રાજ્યને કાંદાની નિકાસ માટે પરમિશન આવી છે પરંતુ મહારાષ્ટ્રમાં એક્સપોર્ટ ડયુટી યથાવત રાખતાં ખેડૂતોમાં વિવાદ છંછેડાયો છે. જો કે હાલમાં કાંદાની હાજર બજારો આવકોનું પ્રમાણ ઓછું રહેવાની સામે નિકાસને છૂટ મળતાં કાંદાની બજારમાં હજુ વધુ ગરમી પકડાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Back to top button