ગુજરાત: પહેલી એપ્રિલથી એક્સપ્રેસ-વે અને NH48 પર ટોલ ફીમાં વધારો થશે
- કેટલાક કિસ્સામાં માત્ર રિટર્ન ફીમાં વધારો જોવા મળ્યો
- વાહનોના ચાલકો ઉપર વધુ ભાર ન આવે તે રીતે વિવિધ ટોલ ફી
- જોકે આ ફી વધારો રૂ.5 થી રૂ.15 સુધીનો મોટાભાગે રહેશે
ગુજરાતમાં પહેલી એપ્રિલથી એક્સપ્રેસ-વે અને NH48 પર ટોલ ફીમાં વધારો થશે. જેમાં રૂ.5 થી રૂ. 15 સુધીનો વધારો કેટલાક વાહનો માટે કરાયો છે. તથા મોટરકાર ચાલકો ઉપર વધુ ભાર ન પડે તે માટે ધ્યાન રખાયું છે. તેમજ વાહનોના ચાલકો ઉપર વધુ ભાર ન આવે તે રીતે વિવિધ ટોલ ફી નક્કી કરવામાં આવી છે.
કેટલાક કિસ્સામાં માત્ર રિટર્ન ફીમાં વધારો જોવા મળ્યો
આગામી તા.1લી એપ્રિલથી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે અને નેશનલ હાઇવે 48 ઉપર વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ફીમાં રૂ.5 થી રૂ.15 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આઇઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રા.લિ. દ્વારા આ વખતે મોટર કાર , જીપ, વાન અને હળવા મોટર વાહનોના ચાલકો ઉપર વધુ ભાર ન આવે તે રીતે વિવિધ ટોલ ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે કેટલાક કિસ્સામાં માત્ર રિટર્ન ફીમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી
વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફી હાલની રૂ.135 યથાવત
કાર-જીપ અને વાન માટે વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફી હાલની રૂ.135 યથાવત રાખવામાં આવી છે. જોકે વાસદ ખાતેથી વડોદરા આવવા માટે નેશનલ હાઇવે 48 ઉપર જે ટોલ ફી અગાઉ કાર, જીપ માટે રૂ.150 હતી તે વધારીને રૂ.155 કરવામાં આવી છે. જ્યારે રઘવાણજ ખાતે કાર, જીપની ટોલ ફી રૂ.105 યથાવત રાખવામાં આવી છે. દેશના સૌથી વ્યસ્ત ગણાતા વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવે 48 ઉપર વાહન ચાલકોને ટોલ ફી વધુ ચૂકવવી પડશે. જોકે આ ફી વધારો રૂ.5 થી રૂ.15 સુધીનો મોટાભાગે રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. દર વર્ષે 1લી એપ્રિલથી ટોલ ફીમાં વધારો ટોલ કંપનીઓ કરતી હોય છે. જેને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મંજૂરી અપાય છે.