IPL-2023ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ, હાર્દિક પંડ્યાએ બોલિંગ કરવાનું પસંદ કર્યું, ધોનીની ટીમની પ્રથમ બેટિંગ

Text To Speech

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની ફાઈનલમાં પહોંચવાવાળી પ્રથમ ટીમનો નિર્ણય આજે આવી જશે. આજે ટુર્નામેન્ટની પ્રથમ ક્વોલિફાયર મેચમાં હવેથી થોડા સમય બાદ 4 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગઈ વખતની સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ 9મા નંબર પર હતી, પરંતુ આ વખતે ધમાકેદાર દેખાવ કરીને ગ્રૂપ સ્ટેજમાં નંબર 2 પર રહી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ધોનીના ધુરંધરો ઉતરશે પ્રથમ બેટિંગ કરવા.

આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ગત વખતની જેમ પોતાની રમતમાં સાતત્ય દર્શાવ્યું છે. હાર્દિક પંડ્યાની ટીમ 14માંથી 10 મેચ જીતીને 20 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 14 લીગ મેચ રમીને 8 મેચ જીતી હતી જ્યારે 1 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. 17 પોઈન્ટ સાથે, ટીમે બીજું સ્થાન મેળવ્યું અને ક્વાલિફાયર માટે સ્થાન મેળવ્યું.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા અને યશ દયાલ. (ઈમ્પેક્ટ પ્લેયર- જોશુઆ લિટલ)

ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહેશ દીક્ષાના. (ઈમ્પેક્ટ પ્લેયર- મતિષા પથિરાના)

આ પણ વાંચો: IPL 2023 GT vs RCB : ગિલે સદી ફટકારી કોહલીનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન રોળવી નાખ્યું, ગુજરાતને 6 વિકેટે જીત અપાવી

Back to top button