GTએ KKR પાસેથી લીધો અગાઉની હારનો બદલો, છઠ્ઠી જીત મેળવી


Gujarat Titansએ Kolkata Knight Ridersને તેના ઘર આંગણે જ હરાવ્યું છે. પહેલા દાવમાં KKRએ ગુજરાતને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હાર્દિક પંડ્યાની ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી વિજય શંકરે 24 બોલમાં અણનમ 51 અને ડેવિડ મિલરે 18 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા.

ગુજરાતે ઈડન ગાર્ડન્સ ખાતે KKR સામે GTએ મેચ જીતી છે. આ જીત સાથે હાર્દિક પંડ્યાની ટીમ માટે પ્લેઓફની રેસ આસાન બની ગઈ છે, તો બીજી તરફ KKRના પડકારો ખૂબ વધી ગયા છે. કોલકાતા તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર 81 રન બનાવ્યા હતા, પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન અદ્ભુત પ્રદર્શન કરી શક્યા નહોતા. ગુજરાતે આ મેચ 7 વિકેટે જીતી લીધી છે.
KKRએ 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો
KKRએ પ્રથમ બેટિંગ કરતા 179 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર 81 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેને સાવચેતીપૂર્વક બેટિંગ કરી ન હતી. આ જ કારણ છે કે સારી શરૂઆત બાદ પણ સ્કોર 200ની ઉપર ન જઈ શક્યો. આન્દ્રે રસેલે 19 બોલમાં 34 રનની ઈનિંગ રમી હતી. આખી ટીમમાં માત્ર 2 બેટ્સમેન 20થી ઉપરનો સ્કોર કરવામાં સફળ રહ્યા હતા.