હજી સરકાર દ્વારા કર્મચારીઓની માંગણી સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી છે છતાં પણ મોડી રાતથી વિરોધ ચાલુ જ છે. જેમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે રાજ્યના સરકારી કર્મચારીના સંગઠનમાં બે ફાંટા પડી ગયાની વાત સામે આવી રહી છે. મંડળના અન્ય હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે માસ સીએલ પર ઉતરી ગયું છે. જેની અસર આજે જોવા મળી રહી છે. અનેક જગ્યાએ શિક્ષકો માસ સીએલ પર ઉતરી ગયા છે.
રાજ્યના સરકારી કર્મચારીના સંગઠનમાં બે ફાંટા પડી ગયા
મંડળના અન્ય હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે માસ સીએલ પર#government #governmentemployees #Casualleave #strikers #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/LAJLLnOHrE— Hum Dekhenge News (@humdekhengenews) September 17, 2022
માસ સીએલથી ઉગ્ર પ્રદર્શન
સરકારની જાહેરાત બાદ 2005 ના કર્મચારીઓ હવે આ મુદ્દે લડી લેવાના મુડમાં છે. આ અંગે આંદોલન પુર્ણ નહી થયું હોવાની જાહેરાતો પણ થઇ રહી છે. તેવામાં આંદોલનકારીઓ પોતાના સ્ટેટસમાં અમે સાથી છીએ અને પેન્શનનો હક તમામ માટે સરખો છે અને લઇને રહીશું તે પ્રકારનો ઉલ્લેખ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતારી ગયા છે. તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ હજી પણ સરકાર ફરીથી વિચારણા કરે તેવી માંગ છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા હતા. જે નહીં મળે ત્યાં સુધી લડી લેવાના મૂળમાં જોવા મળી રહી છે.
રાજ્યભરમાં વિરોધ
રાજ્ય જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે કહ્યુ સરકાર સામેની હડતાળ જારી રહેશે. રાજ્ય સરકાર દ્વારા પેન્શન યોજનાની જાહેરાતમાં વિસંગતા હોવાને લઇ શિક્ષકોની હડતાલ ચાલુ રહેશે. સાબરકાંઠા જિલ્લાના 6018 શિક્ષકો માસ સીએલ પર છે. આ ઉપરાંત મેહસાણા, ભાવનગર, ભરૂચ, તાપી જિલ્લામાં કર્ચમારીઓ શિક્ષકો માસ સીએલ ઉપર આજે ઉતરી ગયા છે. જેના કારણે સરકાર સામે વિરોધ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર : જૂના cમાં હજારો કર્મચારીઓની આજે પણ વિરોધ રેલી યથાવત
જૂની પેન્શન સ્કીમની માંગણી સાથે વિરોધ#junipensionyojna #GandhiNagar #government #secretariate #Gujarat #GujaratiNews #WeWantOPS #humdekhhengenews pic.twitter.com/ead8vB2toK— Hum Dekhenge News (@humdekhengenews) September 17, 2022
આ પણ વાંચો : ગાંધીનગર : પેન્શનની પળોજણ, ‘વિરોધ’ની દિવાળી !
અમદાવાદ જિલ્લાના 5000 જેટલા શિક્ષકો માસ સીએલ પર છે. તો સુરત જિલ્લામાં પણ આ સ્થિતિ જોવા મળી છે. ગાંધીનગરમાં સચિવલાય મંડળના કર્મચારીઓ પણ સંકુલમાં એકત્ર થઈ પોતાનો વિરોધ અને આગળની રણનીતિ અંગે વિચારણા કરી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
સોશ્યિલ મીડિયા પર પણ વિરોધ
બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ એક લડત જોરશોરથી ચાલી રહી છે. જેમાં #WeWantOPS સાથે ટ્વિટર પર કર્મચારીઓનો વિરોધ ચાલી રહ્યો છે. જેના પર આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં 160k એટલે કે 1 લાખ 60 હજારથી વધુ ટ્વિટ થઈ ચુક્યા છે. જેના કારણે સરકાર સામે દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સ્ટેટ્સમાં પણ ઘણાં લોકો #WeWantOPS સાથે વિરોધ દર્શાવી રહ્યા છે. તેમજ તમામ સાથી મિત્રોને આ મુદ્દો સમજાવી રહ્યા છે. હાલ સરકાર ફરીથી વિચારણ કરવાના મૂળમાં પણ છે કે નહીં તે પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું નથી.
આ પણ વાંચો : સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ, હવે એસટી વિભાગનો વિરોધ