ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: હજારો પ્રી-સ્કૂલ પણ માંડ 400નું જ રજિસ્ટ્રેશન, નવી પોલિસી હેઠળ એક વર્ષની મુદ્દત પૂર્ણ

Text To Speech
  • તમામ ખાનગી પ્રી-પ્રાયમરી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામા આવી
  • અનેક પ્રી-સ્કૂલ બંગ્લાઓમાં એપોર્ટમેન્ટોમાં અને બિલ્ડિંગમાં ચાલે છે
  • અનેકવાર રજૂઆતો સાથે આંદોલન છતાં પણ સરકારે નિયમોમાં છુટછાટ આપી નથી

ગુજરાતમાં હજારો પ્રી-સ્કૂલો આવેલી છે અને જેમાંથી અનેક બંગ્લાઓમાં એપોર્ટમેન્ટોમાં અને બિલ્ડિંગમાં ચાલે છે. પરંતુ સરકારે લાગુ કરેલી પ્રી-સ્કૂલોની પોલીસી અંતર્ગત એક વર્ષની મુદત પુરી થયા બાદ પણ માંડ 400 જેટલી જ પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

અનેકવાર રજૂઆતો સાથે આંદોલન છતાં પણ સરકારે નિયમોમાં છુટછાટ આપી નથી

રજિસ્ટર્ડ ભાડા કરાર અને એજ્યુકેશન બી.યુ પરમિશન સહિતના નિયમોને લઈને વિરોધ અને છુટછાટ આપવાની અનેકવાર રજૂઆતો સાથે આંદોલન છતાં પણ સરકારે નિયમોમાં છુટછાટ આપી નથી. રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેડ-ખાનગી પ્રી સ્કૂલોને પણ સ્કૂલ શિક્ષણ સમાવવા સાથે 15મી મે 2023ના રોજ પ્રી-સ્કૂલ પોલીસીનો ઠરાવ કર્યો હતો. પોલીસી ફરો રેગ્યુલેશન ઓફ નોન ગ્રાન્ટેડ પ્રાઈવેટ પ્રી-પ્રાયમરી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ નામથી થયેલા આ નોટિફેશન-રૂલ્સમાં રાજ્યમાં આવેલી તમામ ખાનગી પ્રી-પ્રાયમરી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામા આવી હતી.

રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરીને પ્રી-સ્કૂલોની નોંધણી કરવાનું શરૂ કર્યુ હતુ

રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને ગુજરાત સ્ટેટ પ્રી-પ્રાયમરી રેગ્યુલેટરી ઓથોરિટી તરીકે નિમી હતી. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2024માં વિધિવત રીતે રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરીને પ્રી-સ્કૂલોની નોંધણી કરવાનું શરૂ કર્યુ હતુ. ગુજરાતમાં હજારો પ્રી-સ્કૂલો આવેલી છે અને જેમાંથી અનેક બંગ્લાઓમાં એપોર્ટમેન્ટોમાં અને બિલ્ડિંગમાં ચાલે છે. પરંતુ સરકારે લાગુ કરેલી પ્રી-સ્કૂલોની પોલીસી અંતર્ગત એક વર્ષની મુદત પુરી થયા બાદ પણ માંડ 400 જેટલી જ પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા દર્દીઓની પ્રાઇવેસીને ખતરામાં મૂકતી ઘટના સામે આવી

Back to top button