ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: આ વખતે સો વર્ષ બાદ હોળી અને ચંદ્રગ્રહણનો સંયોગ, વિવિધ જગ્યાએ આજે હોળી પ્રગટાવાશે

Text To Speech
  • કેટલાક જાહેર કાર્યક્રમોમાં વૈદિક હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો
  • પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટે છે
  • શહેર અને જિલ્લામાં હોલિકા દહનની તડામાર તૈયારીઓ

આ વખતે સો વર્ષ બાદ હોળી અને ચંદ્રગ્રહણનો સંયોગ છે. જેમાં હોળીની જ્વાળાની દિશા પરથી ચોમાસું કેવું રહેશે તેનું ભવિષ્ય ભંખાશે. લાકડાંના બદલે આ વખતે લોકો વધુ વૈદિક હોળી પ્રગટાવવા તરફ વળશે. તેમજ પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 1 વર્ષમાં ACBએ 175 ભ્રષ્ટ અધિકારી- કર્મીઓ, 108 વચેટિયાને ઝડપ્યા 

શહેર અને જિલ્લામાં હોલિકા દહનની તડામાર તૈયારીઓ

ગાંધીનગર શહેર અને જિલ્લામાં હોલિકા દહનની તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. ખાસ કરીને પાલજ ગામમાં હોલિકા દહનનું સૌથી વધુ મહત્વ છે. અહીં નવપરિણીત યુગલોથી લઈને બાળકોની માનતા ધરાવતા અનેક લોકો હોળી પૂજવા આવતા હોય છે. એટલું જ નહિ આ હોળીની જ્વાળાઓની દિશા જોઈને હવામાન જ્યોતિષ અંબાલાલ પટેલ ચોમાસું કેવું રહેશે તેનું ભવિષ્ય ભાંખતા હોય છે.

આ પણ વાંચો: અમદાવાદના બોપલ વિસ્તારના TRP મોલમાં ભીષણ આગ, તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા

કેટલાક જાહેર કાર્યક્રમોમાં વૈદિક હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

પાટનગર ગાંધીનગરમાં જુદાજુદા વિસ્તારમાં અનેક જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. જોકે આ વખતે વૈદિક હોળી ઉપર ચારેબાજુથી ભાર મૂકવામાં આવી રહ્યો છે. હોળીના દિવસે હોળીકા દહનનું વિશેષ મહત્વ છે. એમ કહેવાય છે કે, અસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો હતો, જેના માનમાં હોળીકા દહન કરવામાં આવે છે. આમ તો પૌરાણિક સમયમાં વૈદિક હોળી જ પ્રગટાવવામાં આવતી હતી. પર્યાવરણને થતું નુકશાન સહિતની બાબતોની જાગૃતિ આવતાં હવે ફરી લોકો ધીરેધીરે આ દિવસો તરફ વળી રહ્યા છે. છાણાં, સ્ફટિક સહિતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના પણ અનેક ફાયદા થતા હોય છે. ગાંધીનગરમાં પણ કેટલાક જાહેર કાર્યક્રમોમાં વૈદિક હોળીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વખતે એકસો વર્ષ બાદ હોળી અને ચંદ્રગ્રહણનો સંયોગ છે.

Back to top button