ગુજરાતના 1,600 કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટીની સુરક્ષા એ સૌથી મોટો પડકાર છે. અને આ પડકાર ઝીલવા માટે મરીન પોલીસ અને મરીન કમાન્ડો ફોર્સની પણ શરૂઆત કરવામાં આવી છે. જોકે હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વની છે.
આ પણ વાંચો: સુરતમાંથી લોકરક્ષકની પરીક્ષા કેસમાં એકની ધરપકડ કરવામાં આવી
30000 માછીમારી માટેની બોટો ધરાવતું ગુજરાત રાજ્ય
દેશનો સૌથી મોટો દરિયાકાંઠો ગુજરાતનો છે. એટલે કે 1,600 km લાંબો દરિયા કિનારો અને 30000 માછીમારી માટેની બોટો ધરાવતું ગુજરાત રાજ્ય છે. જોકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા એક એપ્લિકેશન બનાવી છે. જેની મદદ થી ભારતીય જળસીમામાં કઈ બોટ કેટલા નોટિકલ માઈલ પર છે. અને તે બોટમાં કેટલા માછીમારો સવાર છે તે જાણી શકાય છે. સાથે જ માત્ર બોટનું કે તેના પાયલટનું નામ મળે તો પણ તે બોટને ટ્રેક કરી શકાય છે આ ઉપરાંત કોઈ અજાણી બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશ કરે છે તો ગુજરાતની બોટના લોકેશનના આધારે તેને પણ રોકી પાડવામાં સફળતા મળે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
સુરક્ષા માટે હવે ટેક્નોલોજીની મદદ પણ લેવામાં આવી
મહત્વનુ છે કે ગુજરાતની દરિયાઈ સુરક્ષા માટે મરીન પોલીસના 22 પોલીસ મથકો અને કર્મચારીઓ સતત કાર્યરત રહે છે. સાથે જ મરીન કમાન્ડો ફોર્સ બનાવનાર ગુજરાત પહેલુ રાજ્ય બન્યુ છે. તેમ છતા ગુજરાતના દરિયા કાંઠે ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી ઝડપાઈ રહી છે. તેથી સુરક્ષા માટે હવે ટેક્નોલોજીની મદદ પણ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના હવે ભૂતકાળ બન્યો પણ બંધ થયેલ ઉદ્યોગોનો આંકડો જાણી રહેશો દંગ
1600 કિમીના દરિયાની સુરક્ષા થશે
ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા માટે 40 અલગ અલગ એજન્સીઓ કાર્યરત છે. જેથી 1600 કિમીના દરિયાની સુરક્ષા થઈ શકે છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા બનાવેલી એપ્લિકેશન માત્ર એક ક્લિક પર જ ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવી શકે છે.