ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો તો આ સમાચાર છે ખાસ

Text To Speech
  • ગેરકાયદેસર સિંહદર્શનને લઈને ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
  • વન્યજીવોની પજવણીના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે
  • રાત્રીના સમય દરમિયાન પણ પેટ્રોલિંગ વધારી દેવાયું

ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ સહિતના જંગલ વિસ્તારમાં સિંહ દર્શનના પ્રવાસે આવતા મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળતી હોય છે. જેમાં વેકેશનમાં સિંહ દર્શન કરવા લોકો વધુ પ્રમાણમાં આવે છે. ત્યારે જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનને લઈને ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

વન્યજીવોને લઈને માર્ગદર્શિકા જાહેર કરીને પ્રવાસીઓને પાલન કરવા જણાવ્યું

ઉલ્લેખનીય છે કે પ્રવાસે આવતા મુલાકાતીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વન્ય પ્રાણી સાથે પજવણી ન થાય તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે અમરેલીમાં ગીર પાણીયારા અને મિતિયાળા અભયારણ્ય દ્વારા વન્યજીવોને લઈને માર્ગદર્શિકા જાહેર કરીને પ્રવાસીઓને પાલન કરવા જણાવ્યું છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનને લઈને ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

વન્યજીવોની પજવણીના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે

ગીર સહિતના જંગલ વિસ્તારોમાં વન્યજીવોની પજવણીના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે. ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને પ્રવાસીઓને સિંહોની પજવણી ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જંગલ વિસ્તારોમાં વન વિભાગનું સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે રાત્રીના સમય દરમિયાન પણ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.

આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદ સહિત મોટા શહેરોના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, પ્લેટફોર્મ બન્યા હંગામી ઘર

Back to top button