ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટ્યા

  • પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેટેસ્ટિક્લ રિપોર્ટ જાહેર કરાયો
  • આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ
  • ગત વર્ષે ધો.10માં કુલ 91,7687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધો. 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેટેસ્ટિક્લ રિપોર્ટ જાહેર કરાયો છે. જે મુજબ આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

આ વર્ષે એકંદરે કુલ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા

ઉલ્લેખનીય છે કે 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધુ આઇસોલેટેડ તેમજ 39,600થી વધુ ખાનગી વિદ્યાર્થીઓ છે. આ વર્ષે એકંદરે કુલ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો મુજબ ધો.10માં નિયમિત, રીપિટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપિટર કેટેગરી સહિત 8,92,882 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે ધો.10માં કુલ 91,7687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રીપિટર, ખાનગી અને આઇસોલોટેડ સહિત 423909 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે 489279 વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં નિયમિત, રીપિટર અને આઇસોલેટેડ સહિત કુલ 1,11,384 વિદ્યાર્થી નોંધાયા છે. 131987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેટેસ્ટિક્લ રિપોર્ટ જાહેર કરાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મી ફેબ્રુઆરીથી લેવાનારી ધો.10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેટેસ્ટિક્લ રિપોર્ટ જાહેર કરાયો છે. જે મુજબ આ વર્ષની બોર્ડ પરીક્ષા માટે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં 1.15 લાખથી વધુ રીપિટર વિદ્યાર્થી અને 32 હજારથી વધુ આઇસોલેટેડ તેમજ 39,600થી વધુ ખાનગી વિદ્યાર્થીઓ છે. આ વર્ષે એકંદરે કુલ 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે.

ગત વર્ષે ધો.10માં કુલ 91,7687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો મુજબ ધો.10માં નિયમિત, રીપિટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપિટર કેટેગરી સહિત 8,92,882 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે ધો.10માં કુલ 91,7687 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર, રીપિટર, ખાનગી અને આઇસોલોટેડ સહિત 423909 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે 489279 વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં નિયમિત, રીપિટર અને આઇસોલેટેડ સહિત કુલ 1,11,384 વિદ્યાર્થી નોંધાયા છે. 131987 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: 130 કરોડનું ફલેકું ફેરવનારા પાલનપુરની સ્ટારવે ટેક કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ

Back to top button