ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ તથા હોસ્ટેલમાં ફાયર NOC નથી,વિદ્યાર્થીઓના જીવ જોખમમાં

  • રાજકોટ અગ્રિનકાંડ બાદ સમગ્ર ગુજરાતનું ફાયર વિભાગ એકટિવ મોડ પર
  • એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિસર લગાવેલા જોવા મળ્યા
  • અન્ય એકમોમાં વિદ્યાનગર પાલિકાએ તપાસનો દોર શરૂ કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ તથા હોસ્ટેલમાં ફાયર NOC નથી. જેમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. તેમજ સ્પોર્ટસ કોમ્પ્લેકસની પણ ફાયર NOC ન હોવાનો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્રની કોલેજોને ફાયર સેફ્ટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ અગ્રિનકાંડ બાદ સમગ્ર ગુજરાતનું ફાયર વિભાગ એકટિવ મોડ પર આવી ગયુ છે.

આ પણ વાંચો: વડોદરામાં સ્માર્ટ મીટર લગાવતા ઘરમાં બે પંખા અને બે લાઈટનું રૂપિયા 13 લાખનું બિલ આવ્યું

એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિસર લગાવેલા જોવા મળ્યા

વિવિધ શહેરોમાં જગ્યાઓ પર ફાયર વિભાગ દ્રારા એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ, હોસ્ટેલ, સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં ફાયર એનઓસી નહી હોવાનો ખુલાસો થયો છે.તથા સૌરાષ્ટ્રની કોલેજોને ફાયર સેફ્ટીનો પરિપત્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુદા જુદા ભવનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી કોલેજના સંચાલકો, આચાર્યો, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસ અને મુખ્ય બિલ્ડિંગમાં જુદા જુદા કામ અર્થે આવતા હોય છે ત્યારે યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં એક-બે જગ્યાને બાદ કરતા મોટાભાગની જગ્યાએ એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિસર લગાવેલા જોવા મળ્યા છે.

અન્ય એકમોમાં વિદ્યાનગર પાલિકાએ તપાસનો દોર શરૂ કર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિલ્ડિંગ 1978માં બનાવેલા છે. તે સમયે કેમ્પસ મુંજકા ગ્રામપંચાયત હેઠળ આવતું હતું અને યુનિવર્સિટીમાં પણ એક્ઝિક્યુટિવ કક્ષાના અધિકારીએ જ પ્લાન પાસ કરેલા છે એટલે હવે મનપામાંથી BU સર્ટિ. લેવાની જરૂર રહે નહીં. યુનિવર્સિટીમાં 9 મીટરથી ઊંચા ત્રણ બિલ્ડિંગ છે જેમાં મેઈન બિલ્ડિંગ, નવી બોયઝ હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બિલ્ડિંગનો સમાવેશ થાય છે. સરદાર પટેલ યુનિવર્સિટી હસ્તક વિવિધ ફેકલ્ટીની કોલેજોમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓ જમવા માટે રેસ્ટોરન્ટ, હોસ્ટેલ, ડાઇનીંગ હોલ સતત 24 કલાક સુધી ધમધમતા રહે છે. પરંતુ વિદ્યાર્થીઓની સૌથી વધુ અવરજવર રહેતી હોવા છતાં ફાયર એનઓસી વગર ધમધમતા હોટલ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિત અન્ય એકમોમાં વિદ્યાનગર પાલિકાએ તપાસનો દોર શરૂ કર્યો છે.

Back to top button