ગુજરાત: આ વિસ્તારમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી વેંચતી 60થી વધુ ફેક્ટરીઓ હોવાની શક્યતા
- દિવાળીના તહેવાર પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની માહિતી
- ફૂડ વિભાગે શાશ્વત પ્રિમિયમ શુદ્ધ ઘી 566 લિટર કબજે કરાયું
- હાલ બજારમાં શુદ્ધ ગાયનું ઘી રૂ.1400માં પ્રતિકિલો વેચાઈ રહ્યું છે
ગુજરાત બનાસકાંઠાના વિસ્તારોમાં શુદ્ધ ગાયના ઘીના નામે નકલી ઘી વેંચતી 60થી વધુ ફેક્ટરીઓ હોવાની શક્યતા છે. જેમાં ડીસામાંથી ઝડપાયેલ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે વેચાતું હતુ. પાલનપુર ફૂડ વિભાગે રેડ કરી ઘી બનાવતી મિની ફેક્ટરીને ઝડપી પાડી હતી. ત્યારે ફૂડ વિભાગે શાશ્વત પ્રિમિયમ શુદ્ધ ઘી 566 લિટર કબજે કરાયું છે.
આ પણ વાંચો: ગુજરાતની આ 7 નદીઓ અતિપ્રદૂષિત હોવાનો રિપોર્ટ આવ્યો સામે
કબૂલાત પરથી જ આ ઘી સામે શંકાઓ ઊભી થવા લાગી
દિવાળીના તહેવાર પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની માહિતી મળતા, ગાંધીનગર વિજિલન્સ ડેઝિગ્નેટેડ અધિકારી કે. આર. પટેલનો સંપર્ક કરી પાલનપુર ફૂડ વિભાગે રેડ કરી ઘી બનાવતી મિની ફેક્ટરીને ઝડપી પાડી હતી અને અધિકારીને સાથે રાખી ફેક્ટરીમાં પડેલ શુદ્ધ ગાયના ઘીના સેમ્પલ લેવાયા હતા. જોકે સ્થળ પરથી મળી આવેલ શાશ્વત પ્રિમિયમ શુદ્ધ ઘી 566 લિટર કબજે કર્યું હતું. ત્યારે મહત્ત્વની બાબત એ છે કે, ઘીની ફેક્ટરીના માલિક લોમેશ યોગેશભાઈ લુમ્બુવાલાએ આ ઘી રૂ.350માં કિલો વેચતા હોવાની કબૂલાત કરી હતી. જોકે આ કબૂલાત પરથી જ આ ઘી સામે શંકાઓ ઊભી થવા લાગી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં કપાસના વાવેતરમાં આ વિસ્તાર છે પ્રથમ નંબરે
હાલ બજારમાં શુદ્ધ ગાયનું ઘી રૂ.1400માં પ્રતિકિલો વેચાઈ રહ્યું છે
જોકે હાલ બજારમાં શુદ્ધ ગાયનું ઘી રૂ.1400માં પ્રતિકિલો વેચાઈ રહ્યું છે. ત્યારે આ ફેક્ટરીનો માલિક રૂ.350માં ઘી વેચે જે ઘી અસલી હોઈ શકે નહીં તે સ્પષ્ટ અધિકારીઓ પણ માની રહ્યા છે અને આમ પ્રજા પણ આવા વેપારીઓ સામે ફટકાર વર્ષાવી રહ્યા છે. જિલ્લામાં આ પ્રકારનું ઘી બનાવતી 60 ઉપરાંત ફેક્ટરી હોવાની શક્યતાઓ છે ત્યારે સૌથી વધુ ડીસા અને ચંડીસર જીઆઈડીસી સહિત એકાંત જગ્યાઓ અને ખેતરોમાં આવેલ ઓરડીઓમાં આવું નકલી ઘી બની રહ્યું છે અને તહેવારમાં બનાસકાંઠા સહિત ગુજરાત અને રાજસ્થાનની ભોળી પ્રજાને છેતરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.