ગુજરાત: વ્યક્તિને ઓનલાઇન રૂપિયા 3 લાખની લોન મંજૂર કરાવાની લાલચ ભારે પડી
- 3 લાખની લોન માટે સાઈબર ગઠિયાએ આધેડ પાસેથી રૂ.10,000 ખંખેર્યા
- લોન મંજૂર કરવાના મોહમાં ને મોહમાં આધેડે 10 હજાર રૂપિયા આપી દીધા
- બેંકના એકાઉન્ટ નંબર સહીતની વિગતો મોકલી આપી હતી
ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલ વ્યક્તિને ઓનલાઇન રૂપિયા 3 લાખની લોન મંજૂર કરાવાની લાલચ ભારે પડી છે. જેમાં રૂપિયા 3 લાખની લોન માટે સાઈબર ગઠિયાએ આધેડ પાસેથી રૂ.10,000 ખંખેર્યા છે. જેમાં પૈસા પડાવ્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરવાનું બંધ કરી દીધું હતુ. તેમજ લોન પણ ના મળી અને પૈસા પણ ગુમાવ્યા હોવાથી છેતરાયેલા આધેડે સાઇબર ક્રાઇમ પોર્ટલ ઉપરથી ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રેલી-નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ શરૂ કરાયો
લોન મંજૂર કરવાના મોહમાં ને મોહમાં આધેડે 10 હજાર રૂપિયા આપી દીધા
ગાંધીનગરના મોટી શિહોલી ફાર્મ હાઉસમાં આવેલા પોરબંદરના એક આધેડને 3 લાખની લોન મંજૂર કરાવાની લાલચ ભારે પડી હતી. લોન મંજૂર કરવાના મોહમાં ને મોહમાં આધેડે 10 હજાર રૂપિયા આપી દીધા હતા અને બાદમાં સાઇબર ગઠિયાએ પોતાની જાળ સંકેલી લઇને વોટસઅપમાં વાત કરવાનુ બંધ કરી દીધુ હતુ. લોન પણ ના મળી અને પૈસા પણ ગુમાવ્યા હોવાથી છેતરાયેલા આધેડે સાઇબર ક્રાઇમ પોર્ટલ ઉપરથી ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બેંકના એકાઉન્ટ નંબર સહીતની વિગતો મોકલી આપી હતી
પરબત અરસી ઓડેદરા (રહે. પોરબંદર) ખેતી કરે છે. તેઓ મોટી શિહોલી ખાતે તેમના સંબંધીના ફાર્મ હાઉસમાં આવ્યા હતા અને રોકાયા હતા. ફાર્મ હાઉસ ઉપર હતા ત્યારે તેમના ફોન ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો અને અંગ્રેજીમાં હતો. જેમાં લોન જોઇતી હોય તો એક લિંક ઓપન કરીને સંપર્ક કરવાનુ જણાવાયુ હતુ. આધેડે વેબસાઇટ ઉપરની લીંક ઓપન કરતા બેંક ખાતાની તથા આધારકાર્ડની વિગતો ભરવાનુ ફોર્મ ઓપન થયુ હતુ. જેમાં જણાવ્યા મુજબ આધારકાર્ડનો ફોટો પાડીને મોકલી આપ્યો હતો અને બેંકના એકાઉન્ટ નંબર સહીતની વિગતો મોકલી આપી હતી.
સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર છેતરપીંડીની ફરીયાદ નોંધાવી
બાદમાં વેબસાઇટ ઉપરથી એક લોન એગ્રીમેન્ટનો લેટર આવ્યો હતો. પંદર દિવસ બાદ એક અજાણ્યો વોટ્સએપ કોલ આવ્યો હતો અને બેંક એકાઉન્ટના વેરીફિકેશનના બહાને 5 હજાર મંગાવતા આધેડે પેટીએમથી ઓનલાઇન મોકલી આપ્યા હતા. લોન મંજુર થયાનો મેસેજ આવ્યો હતો. બાદમાં ફરીવાર વોટસઅપ મેસેજ આવ્યો હતો અને બેંકનો ખાતા નંબર ખોટો આપ્યો હોવાનુ જણાવીને ફરીવાર પાંચ હજાર મોકલવા પડશે કહીને વધુ પૈસા પડાવ્યા હતા. આમ આધેડ પાસેથી 10 હજાર ઠગી લીધા બાદ સામેની વ્યક્તિએ વોટસએપમાં પરબત ઓડેદરા સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ હતુ. આ ઘટના બાદ આધેડને પોતાની સાથે ફ્રોડ થયુ હોવાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.