ગુજરાત

ગુજરાત: પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો

  • ગુજરાત પોર્ટલ દ્વારા 31મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની
  • ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં 33% કે તેથી વધુ પાક નુકસાનમાં સહાય મળશે
  • બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 8,500ની સહાય ખેડૂતોને ચુકવાશે

ગુજરાતમાં પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. જેમાં ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં 33% કે તેથી વધુ પાક નુકસાનમાં સહાય મળશે. નર્મદાના પૂર મામલે સરકારે 4 દિવસમાં સહાય પેકેજ જાહેર કર્યું છે. પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો ત્યારે ખેડૂતો અરજી VCE કે VLE મારફ્તે કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશનનો આરંભ કરાવ્યો 

બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 8,500ની સહાય ખેડૂતોને ચુકવાશે

16થી 18 સપ્ટેમ્બર વચ્ચે મધ્ય ગુજરાતના ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને નર્મદા નદીના પુરને કારણે 33 ટકા કે તેથી વધુ પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. આ આપત્તિના માત્ર ચાર જ દિવસને અંતે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ખાસ કૃષિ રાહત પેકેજ- 2023’ જાહેર કર્યુ હતુ. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નાયબ સચિવ કાનન પંડયાની સહીથી પ્રસિધ્ધ ઉપરોક્ત ખાસ રાહત પકેજના ઠરાવમાં મુખ્યમંત્રીએ SDRF અને રાજ્યના બજેટમાંથી સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જે અંર્તગત ખરીફ્ 2023-24ના વાવેતર પૈકી બિન પિયત પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂપિયા 8,500ની સહાય ખેડૂતોને ચુકવાશે.

આ પણ વાંચો: ગુજરાત: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી

ગુજરાત પોર્ટલ દ્વારા 31મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની

પિયત અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં હેક્ટરદિઠ 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય સરકાર વધારાની સહાય લેખે રૂ.8,000 ઉમેરીને કુલ રૂ.25,000 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપશે. ઉપરાંત બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFમાંથી હેક્ટરદિઠ રૂ.22,500 ઉપરાંત રાજ્યના બજેટમાંથી રૂ.15 હજાર ઉમેરીને રૂ.37,500 સહાય હેઠળ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે મહત્તમ રૂ.75 હજાર ચૂકવાશે. ઉપરોક્ત સહાય પેકેજનો લાભ મેળવવા અસરગ્રસ્ત ખેડૂતોને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા 31મી ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહશે. ખેડૂતો આવી અરજી VCE કે VLE મારફ્તે કરી શકશે અને તેના માટે કોઈ જ પ્રકારની ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહી.

Back to top button