ગુજરાત

Gujarat : જાસૂસ રણછોડ રબારીની ગાથા શાળાઓમાં ભણાવવામાં આવશે

Text To Speech

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાં રણછોડ રબારી વિશે શીખવવામાં આવશે, જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાક આર્મીની જાસૂસી કરી હતી. હિન્દી ફિલ્મ ભુજમાં રણછોડ રબારીની ભૂમિકા અભિનેતા સંજય દત્તે ભજવી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પાઠ્યપુસ્તક મંડળના ડાયરેક્ટર વિનયગીરી ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ વગેરે ભણાવવાની સાથે શાળાના બાળકોને ગુજરાતની શૌર્યગાથાઓ પણ શીખવવામાં આવશે. ધોરણ 7ના પાઠ્યપુસ્તકોમાં કચ્છના રણછોડ રબારી વિશે શીખવવામાં આવશે, જેમણે 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારત માટે જાસૂસી કરી હતી.

આ પણ વાંચો : આફતની આગાહી : જિલ્લામાં ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
Gujarat - Humdekhengenews 1971ના યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હોવા છતાં, રણછોડ રબારી બચી ગયા હતા અને તેમણે ભારતીય સેનાના વિજય માટે પોતાનો જીવ રેડી દીધો હતો. કચ્છની વિદ્યાકોટ સરહદેથી પાક સેનાના 1200 સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા, રબારીએ પૂનમની રાતમાં ભારતીય સૈનિકોને નાના માર્ગે સરહદે લઈ ગયા હતા અને પાક સૈનિકોને પણ ગેરમાર્ગે દોર્યા હતા અને યુદ્ધના મેદાનમાં વેરવિખેર કરી દીધા હતા. રણછોડ રબારીની બહાદુરીને હિન્દી ફિલ્મ ભુજમાં ફિલ્માવવામાં આવી છે. હવે રણછોડ રબારીની શૌર્યગાથા ગુજરાતની શાળાના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે.

Back to top button