ગુજરાતઃ લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો અહીં પૂરી વિગત
- ઉમેદવારોના ફોર્મની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા
HD ન્યૂઝ ડેસ્ક, 22 એપ્રિલ: ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.20 તથા 21 એપ્રિલના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા આ તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ચકાસણીના અંતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. જેમાં 6-ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા 23-બારડોલી (અનુસૂચિત જનજાતિ-અ.જ.જા) લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે. વિધાનસભા બેઠકોની વાત કરીએ તો, 26-વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 જ્યારે 85-માણાવદર અને 108-ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે. સ્ક્રુટીની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો તા.22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી
- કચ્છ (અનુસૂચિત જાતિ-અ.જા) લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના નિતેષ પરબતભાઇ લાલણ (માતંગ), ભાજપના ચાવડા વિનોદ લખમશી, બહુજન સમાજ પાર્ટીના વિજય ભાચરા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 8 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન નગાજી ઠાકોર, ભાજપના ડૉ. રેખાબેન હિતેશભાઇ ચૌધરી, બહુજન સમાજ પાર્ટીના માનસુંગભાઇ મશરૂભાઇ પરમાર ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ચંદનજી તલાજી ઠાકોર, ભાજપના ડાભી ભરતવસિંહજી શંકરજી, બહુજન સમાજ પાર્ટીનાઅમૃતલાલ મકવાણા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 8 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- મહેસાણા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઠાકોર રામજીભાઇ સોનાજી, ભાજપના પટેલ હરીભાઇ નથ્થુરામ, બહુજન સમાજ પાર્ટીના અમૃતલાલ મકવાણા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ચૌધરી તુષાર અમરવસિંહ, ભાજપના શોભનાબેન મહેન્દ્રવસિંહ બારૈયા, બહુજન સમાજ પાર્ટીના પરમાર રમેશચંદ્ર નાનજીભાઇ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપના અમિત શાહ, કોંગ્રેસના સોનલ રમણભાઈ પટેલ, બહુજન સમાજ પાર્ટીના મોહૂંમદઅનીશ દેસાઈ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 27 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપર ભાજપના હસમુખભાઈ પટેલ (H. S. Patel), કોંગ્રેસના હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ, બહુજન સમાજ પાર્ટીના મકવાણા જયંતિભાઈ કાનજીભાઇ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા બેઠક ઉપર ભાજપના દિનેશભાઇ મકવાણા (એડવોકેટ), કોંગ્રેસના ભરત મકવાણા, બહુજન સમાજ પાર્ટીના અનિલકુમાર વસંતભાઈ વાઘેલા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા, કોંગ્રેસના ઋત્વિકભાઈ લવજીભાઈ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના ડાભી અશોકભાઇ સુખાભાઇ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 17 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના પરશોત્તમભાઇ ખોડાભાઇ રૂપાલા, કોંગ્રેસના ધાનાણી પરેશકુમાર ધીરજલાલ, બહુજન સમાજ પાર્ટીના ચમનભાઇ નાગજીભાઇ સવસાણી ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- પોરબંદર લોકસભા બેઠક ઉપર ભાજપના ડૉ. મનસુખ માંડવિયા, કોંગ્રેસના લલિત વસોયા, બહુજન સમાજ પાર્ટીના એન.પી. રાઠોડ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમ, કોંગ્રેસના એડવોકેટ જે.પી. મારવિયા, બહુજન સમાજ પાર્ટીના જયસુખ પિંગલસુર ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 18 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમા, કોંગ્રેસના હીરાભાઈ જોટવા, બહુજન સમાજ પાર્ટીના માકડીયા જયંતિલાલ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- અમરેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના જેનીબેન ઠુમર, ભાજપના ભરતભાઇ મનુભાઇ સુતરીયા, બહુજન સમાજ પાર્ટીના ચૌહાણ રવજીભાઇ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપના નિમુબેન જયંતિભાઈ બાંભણીયા, આપના ઉમેશભાઇ નારણભાઇ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના રાઠોડ દિનેશભાઇ લાખાભાઇ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપના મિતેષ પટેલ (બકાભાઈ), કોંગ્રેસના ઉમેશભાઇ અમિત ચાવડા, બહુજન સમાજ પાર્ટીના સુરેશભાઈ ધુળાભાઈ પટેલ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- ખેડા લોકસભા બેઠક ઉપર ભાજપના દેવુસિંહ ચૌહાણ, કોંગ્રેસના કાળુસિંહ ડાભી, બહુજન સમાજ પાર્ટીના ભાઈલાલભાઈ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ, કોંગ્રેસના ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ, બહુજન સમાજ પાર્ટીના શૈલેષકુમાર શંકરલાલ ઠાકર ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- દાહોદ (અ.જ.જા) લોકસભા બેઠક ઉપર ભાજપના જસવંતસિંહ સુમનભાઈ ભાભોર, કોંગ્રેસના ડૉ.પ્રભાબેન કિશોરવસિંહ તાવિયાડ , બહુજન સમાજ પાર્ટીના ભાભોર ધુળાભાઈ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપના ડૉ. હેમાંગ જોષી, કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ , બહુજન સમાજ પાર્ટીના જાદવ અમિતકુમાર ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- છોટા ઉદેપુર (અ.જ.જા) લોકસભા બેઠક ઉપર ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવા, કોંગ્રેસના સુખરામભાઈ હરીયાભાઈ રાઠવા , બહુજન સમાજ પાર્ટીના ભીલ સોમાભાઈ ગોકળભાઈ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના મનસુખભાઇ વસાવા, આપના ચૈતરભાઇ વસાવા, બહુજન સમાજ પાર્ટીના વસાવા ચેતનભાઇ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- બારડોલી (અ.જ.જા) લોકસભા બેઠક ઉપર ભાજપના પરભુભાઈ નાગરભાઈ વસાવા, કોંગ્રેસના ચૌધરી સિધ્ધાર્થ અમરસિંહ, બહુજન સમાજ પાર્ટીના રેખાબેન હરસીંગભાઇ ચૌઘરી ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર કોઈ નાના પક્ષો તથા અપક્ષો રહેલા નથી.
- સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના મુકેશ ચંદ્રકાંત દલાલ, બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 7 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના સી.આર.પાટીલ, કોંગ્રેસના નૈષધભાઇ ભૂપતભાઈ દેસાઇ, બહુજન સમાજ પાર્ટીના મલખાન રામકિશોર વર્મા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- વલસાડ (અ.જ.જા) લોકસભા બેઠક ઉપર ભાજપના ધવલ પટેલ, કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ, બહુજન સમાજ પાર્ટીના મનકભાઇ જતરુભાઇ શાનકર ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર નાના પક્ષો તથા અપક્ષો મળી બીજા 4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
વિધાનસભાની પેટા ચૂંટણી
- વિજાપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ડૉ.સી.જે. ચાવડા, કોંગ્રેસના દિનેશભાઈ તુલસીભાઇ પટેલ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર અપક્ષમાંથી 6 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના અર્જુન દેવાભાઇ મોઢવાડિયા, કોંગ્રેસના આડેદરા રાજુ ભીમા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર અપક્ષમાંથી4 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- માણાવદર વિધાનસભા બેઠક ઉપર ભાજપના અરવિંદભાઇ જીણાભાઇ લાડાણી, કોંગ્રેસના હરિભાઇ ગોવિંદભાઇ કણસાગરા ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર અપક્ષમાંથી 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- ખંભાત વિધાનસભા બેઠક ઉપર ભાજપના ચિરાગકુમાર, કોંગ્રેસના મહેન્દ્રસિંહ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર અપક્ષમાંથી 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
- વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ધમેન્દ્રસિંહ વાઘેલા(બાપુ) , કોંગ્રેસના કનુભાઇ પૂજાભાઇ ગોહિલ ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત આ બેઠક ઉપર અપક્ષમાંથી 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે
આ પણ જુઓ: કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી, ગોડ્ડા બેઠક ઉપર કર્યો બદલાવ