ગુજરાત: હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી
- બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરના કારણે વાવાઝોડું પણ આવી શકે છે
- ચોમાસાએ વિદાય લેતાં જ ઠંડીનું આગમન થવાને બદલે ગરમી શરુ થઈ ગઈ
- રાજ્યમાં હાલ કેટલાંક ભાગોમાં રાતના સમયે ઠંડકનો અનુભવ થાય છે
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેતાં જ ઠંડીનું આગમન થવાને બદલે ગરમી શરુ થઈ ગઈ છે. રાજ્યમાં હાલ કેટલાંક ભાગોમાં રાતના સમયે ઠંડકનો અનુભવ થાય છે. પરંતુ, દિવસ દરમિયાન લોકોએ ઉકળાટનો સામનો કરવો પડે છે. જોકે, હાલ હવામાન વિભાગ દ્વારા પણ તાપમાન ઘટવાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. ત્યારે દર વખત કરતાં આ વર્ષે ઓક્ટોબર મહિનો સામાન્ય કરતાં વધારે ગરમ નોંધાયો છે. ઓક્ટોબર માસમાં જ્યાં ઠંડીની બદલે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે.
હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગે આવતા મહિનામાં વાતાવરણ કેવું રહેશે તે વિશે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં બેવડી ઋતુ જોવા મળશે. આ સાથે દિવાળીમાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સવારે અને રાત્રે ઠંડી તેમજ બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરના કારણે વાવાઝોડું પણ આવી શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરના કારણે વાવાઝોડું પણ આવી શકે છે. ટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ શકે છે, જેના કારણે હજુ એક-બે દિવસ માવઠું પડી શકે તેવી શક્યતા છે. જેમાં ઘણી જગ્યાએ છૂટા-છવાયેલાં છાટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી. પરંતુ, ક્યાંક છૂટાછવાયેલાં છાટા પડી શકવાની સંભાવના યથાવત છે.