ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાનો રેલો સુરત પહોંચ્યો

  • રિવોલ્વરને લઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ તેજ થઇ
  • એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા
  • સુરતમાં અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે

સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાનો રેલો સુરત પહોંચ્યો છે. જેમાં આરોપીઓએ સુરતની તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોવાનું ખૂલ્યું છે. તેથી રિવોલ્વરને લઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ તેજ થઇ છે. તેમજ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા છે. તથા તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે.

આ પણ વાંચો: ગુજરાત: રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ, રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ થશે 

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા છે. સુરતમાં અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઈમાં એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈકસવારોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ગુજરાતના કચ્છથી ધરપકડ કરાઈ હતી. ત્યારે, સલમાનની સિક્યોરિટી વધારી દેવાઈ છે. હવે આ મામલે નવી અપડેટ આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: યુવતીનો વીડિયો એડિટ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવો યુવાનને ભારે પડ્યો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે આરોપી બનાવ્યો

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે આરોપી બનાવ્યો છે. લોરેન્સની સાથે તેમના ભાઈ અનમોલ બિશ્નોઈને પણ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના અનુસાર, અત્યાર સુધીની તપાસમાં બિશ્નોઈ વિરૂદ્ધ કેટલાક પુરાવા અને સાક્ષી મળ્યા છે. જેના આધાર પર બિશ્નોઈ ભાઈઓને કેસમાં આરોપી બનાવાયા છે. જણાવી દઈએ કે, સલમાનના ઘર પર ફાયરિંગ બાદ એક ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ કરાવ્યો છે. અનમોલ બિશ્નોઈ USAમાં રહે છે.

જાણો શું લખ્યું હતું વાયરલ પોસ્ટમાં

અનમોલ બિશ્નોઈ નામના એકાઉન્ટથી કરાયેલી પોસ્ટમાં લખ્યું હતું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ, અપરાધ વિરૂદ્ધ નિર્ણય જો યુદ્ધથી થાય તો યુદ્ધ જ બરાબર. સલમાન ખાન અમે આ ટ્રેલર બતાવવા માટે કર્યું છે, જેથી તુ સમજી જા. અમારી તાકાતને ન પારખો. આ પહેલી અને છેલ્લી વોર્નિંગ છે, હવે પછી ગોળી ઘર પર નહીં ચાલે. અને તુ જે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માને છે તેના નામના અમે બે જાનવર પાળ્યા છે. બાકી વધુ બોલવાની અમને આદત નથી.

Back to top button