ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: જોબ અપાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય, તમે નથી ફસાયા ને…

Text To Speech
  • ટેલીગ્રામ ઉપર પાર્ટ ટાઈમ નોકરી આપવાનું કહીને યુવાનને ઠગતા
  • તપાસ કરતા 22 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા
  • આરોપીઓના દુબઈ, હોંગકોંગ અને કંબોડિયાનું કનેક્શન સામે આવ્યા

ગુજરાતમાં જોબ અપાવવાનું કહી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં વડોદરામાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીના 22 કરોડના વ્યવહારો મળ્યા છે. તેમાં 30થી વધુ કંપનીઓમાં ફોર્મ ભરાવી બેન્કમાં ખાતાં ખોલાવ્યાં હતા. તથા આરોપીઓના દુબઈ, હોંગકોંગ અને કંબોડિયાનાં કનેક્શનો ખૂલ્યાં છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરથી 6 આરોપીઓને ઝડપી પાડયા છે.

આ પણ વાંચો: ગુજરાતના 173 તાલુકામાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ 

ટેલીગ્રામ ઉપર પાર્ટ ટાઈમ નોકરી આપવાનું કહીને યુવાનને ઠગતા

ટેલીગ્રામ ઉપર પાર્ટ ટાઈમ નોકરી આપવાનું કહીને શહેરના યુવાન સાથે થયેલી ઠગાઈમાં સાઇબર સેલે 6 આરોપીની ધરપકડ કરી હતી, આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસને માત્ર બે જ બેન્કના ઍકાઉન્ટની તપાસ કરતા 22 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. ઉપરાંત આરોપીઓના દુબઈ, હોંગકોંગ અને કંબોડિયાનું કનેક્શન સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા બેન્ક ખાતાઓ વિરૂદ્ધ NCCRP પોર્ટલ ઉપર 23 રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદથી 207 જળાશયોમાં 89.79 ટકા પાણી, જાણો કેટલા જળાશયો હાઈએલર્ટ પર

અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરથી 6 આરોપીઓને ઝડપી પાડયા

સાઇબરની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરથી 6 આરોપીઓને ઝડપી પાડયા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે 7 મોબાઇલ કબજે કર્યા હતા. જેમાં કરોડોના વ્યવહારોની વિગતો મળી હતી. સાઇબર સેલે આરોપીઓના રિમાન્ડ દરમિયાન કરેલી પૂછપરછના આધારે હજુ પણ બીજા આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ માત્ર બે બેન્કમાં ખોલાવેલા એકાઉન્ટની તપાસ દરમિયાન 22 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. જો કે હજુ પણ આરોપીઓએ અન્ય બેન્કમાં ખોલાવેલા એકાઉન્ટની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જિગર શુક્લ, જતીન પટેલ, સંદીપ પટેલ, પ્રદ્યુમનસિંહ પંડયા, રિયાઝ પઠાણ અને ખાલીદખાન પઠાણની ધરપકડ કરી હતી.

Back to top button