- નવરાત્રીમાં અંબાજીમાં મોટી ઘટના જોવા મળી
- માતાજીએ નવરાત્રીના દિવસોમાં તેમના ભક્તો પર આશિષ વરસાવ્યા
- આ અખંડ જ્યોત વર્ષોથી ગબ્બર ગઢ પર પ્રગટી રહી છે
ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ અંબાજી મંદિરના ગબ્બર પરના મંદિરે અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિ દેખાઈ છે. નવરાત્રીમાં અંબાજીમાં મોટી ઘટના જોવા મળી છે. ત્યારે સોશિયલ મીડિયામાં અંબાજી ધામનો આ ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં માતાજીની અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિ દેખાઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા, બિપોરજોય જેવી મોટી આફત આવશે કે શું!
માતાજીએ નવરાત્રીના દિવસોમાં તેમના ભક્તો પર આશિષ વરસાવ્યા
અંબાજી ધામ સહિત તમામ શક્તિપીઠો અને માતાજીના ધામમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ છે. આવા સમય દરમિયાન એક કૌતુકભરી ઘટના બનવા પામી હતી. હકીકતે અંબાજીની અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિ દેખાઈ હતી. આ ઘટનાનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો છે અને લાખો લોકોએ તેને નિહાળ્યો પણ છે. ઘણાં માઈભક્તો શ્રદ્ધાથી તેને આદ્યશક્તિનો ચમત્કાર પણ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે માતાજીએ નવરાત્રીના દિવસોમાં તેમના ભક્તો પર આશિષ વરસાવ્યા છે.
આ અખંડ જ્યોત વર્ષોથી ગબ્બર ગઢ પર પ્રગટી રહી છે
આ ઘટનાની માહિતી પ્રમાણે હાલમાં અંબાજી ધામમાં માતાજીના અખંડ જ્યોતનો એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટો માં દેખાડ્યા પ્રમાણે અંબે માતાજીના વાહન એવા વાઘની મુખાકૃતિના દર્શન થઈ રહ્યા હોવાનું લોકો ચર્ચી રહ્યા છે. અંબાજીની અખંડ જ્યોતમાં વાઘની મુખાકૃતિની ઘટનાની વાત માઈભક્તોમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી, પછી આ ઘટનાને નજરે જોવા માટે અંબાજી ધામમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જો કે નોંધનીય છે કે આ અખંડ જ્યોત વર્ષોથી ગબ્બર ગઢ પર પ્રગટી રહી છે.