ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતઃ ચૂંટણીપંચને નવા મતદાર તરીકે નોંધણી માટે 2.62 લાખ ફોર્મ મળ્યા

Text To Speech
  • નવા મતદાર તરીકે મળેત તમામ ફોર્મની નિયમાનુસાર ચકાસણી બાદ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.
  • મતદારયાદીમાં નામ નોંધાવવાની હજી પણ છે તક, આગામી તારીખ 03 અને 09 ડિસેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ.

ગુજરાત, 28 નવેમ્બર: ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત રાજ્યભરમાં તારીખ 05 નવેમ્બર અને તારીખ 26 નવેમ્બર, 2023 ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા 2.34 લાખથી વધુ ફોર્મ નંબર 06, જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા 1.76 લાખથી વધુ ફોર્મ નં.08 મેળવવામાં આવ્યા છે.

ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ 2.62 લાખથી વધુ ફોર્મ નં.06 મેળવવામાં આવ્યા છે. જેની નિયમાનુસાર ચકાસણી બાદ નવા મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.

હજી પણ જો મતદારયાદીમાં નોંધણી બાકી હોય તો નોંધાવી શકાશે

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાધિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંધાવવા આ તક છે. જેમાં આગામી તારીખ 03 ડિસેમ્બર તથા તારીખ 09 ડિસેમ્બરના રોજ પણ રાજ્યભરમાં ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે. જેમાં મતદાન મથક પર જ સવારે 10.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી મતદારયાદીમાં નામ નોંધાવવા ફોર્મ ભરી શકાશે.

ન્યાયી અને સુગમ ચૂંટણીઓ માટે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા આગામી તા.09 ડિસેમ્બર, 2023 સુધી ચાલનારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 તથા તે અંતર્ગત યોજાનારા ખાસ ઝૂંબેશ દિવસ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા SDRFના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે

Back to top button